ખંભાળિયા દાઝી જતા મહિલાનું અપમૃત્યુ

  ખંભાળિયાના ધરાર નગર વિસ્તારમાં રહેતા દેવીબેન નથુભાઈ પારીયા નામના 42 વર્ષના મહિલા ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે…

 

ખંભાળિયાના ધરાર નગર વિસ્તારમાં રહેતા દેવીબેન નથુભાઈ પારીયા નામના 42 વર્ષના મહિલા ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે તેઓ અકસ્માતે દાઝી જતા તેમને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ નથુભાઈ અમરાભાઈ પારીયા (ઉ.વ. 44) એ અહીંની પોલીસને કરી છે.

જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર આંબલીયારા ગામે અનેક પી.એસ.આઈ. કે.કે. મારુ તેમજ તેમની ટીમ દ્વારા જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે આવેલી સમાજ વાડી પાસે રસ્તાની બાજુમાં બેસીને જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તિ નામનો જુગાર રમી રહેલા હનીફ ઈસ્માઈલ દુરફાની, રાજેશ મનસુખભાઈ ચૌહાણ, સુભાષ શૈલેષભાઈ લીંબડ, હાસમ ઈસ્માઈલભાઈ હિંગોરા, ફિરોજ ગનીભાઈ ખેડારા અને દીપેન વીરજીભાઈ રૂૂપારેલ નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂૂ. 12,070 નો મુદ્દામાલ કબજે કરીને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *