વિરેન્દ્ર સહેવાગ-આરતીના 20 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવશે?

  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગથી જોડાયેલી એક હેરાન કરવાવાળી ખબરો સામે આવી રહી છે. રિપોર્ટ્સ છે કે વીરેન્દ્ર સેહવાગ પોતાની પત્ની…

 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગથી જોડાયેલી એક હેરાન કરવાવાળી ખબરો સામે આવી રહી છે. રિપોર્ટ્સ છે કે વીરેન્દ્ર સેહવાગ પોતાની પત્ની આરતી અહલાવતે લગ્નના 20 વર્ષ બાદ અલગ થઈ રહ્યા છે. 2004માં લગ્ન કરેલા સેહવાગ અને આરતીએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. એવામાં તેમના સંબંધોમાં તિરાડ પડવાના સમાચાર સામે આવી રહ્યા છે.

સૂત્રોનું કહેવું છે બંને ઘણા મહિનાને અલગ-અલગ રહી રહ્યા છે અને છૂટાછેડાની સંભાવના છે. પોતાની ઘાતક બેટ્સમેન માટે ફેમસ વીરેન્દ્ર સેહવાગે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો છે. 2007માં આર્યવિર સેહવાગ અને 2010માં વેદાંત સહેવાગનો જન્મ થયો હતો.સેહવાગની પણ આ મામલે ચુપ્પી છે. એવામાં આરતી અને સેહવાગના અલગ થવાની અફવાઓને વધુ બળ મળ્યું છે. બે અઠવાડિયા પહેલા વીરેન્દ્ર સેહવાગ પલક્કડમાં વિશ્વ નાગયક્ષી મંદિર ગયા હતા. આની તસવીરો તેમને સોશિયલ મીડિયા પર શેયર કરી હતી.

જોકે, તેમાં પણ આરતી ક્યાંય નહતી. આનાથી પણ તેમના સંબંધોમાં આવેલી તિરાડો વિશે સંકેત મળે છે. નવી દિલ્હીની રહેવાસી આરતી અહલાવતે વધુ પડતો સમય પોતાની ઓળખને એક સામાન્ય વ્યક્તિના રૂૂપે જ રાખી છે. 16 ડિસેમ્બર 1980 એ જન્મેલી આરતીને લેડી ઇરવિન સેકેન્ડરી સ્કૂલ અને ભારતીય વિદ્યા ભવનથી ભણતર મેળવ્યું અને પછી દિલ્હી વિશ્વવિધ્યાલયના મૈત્રેયી કોલેજથી કમ્પ્યુટર સાઇન્સમાં ડિપ્લોમા કર્યું. વર્ષ 2000 આસપાસ સેહવાગ અને તેની લવ સ્ટોરી ચાલી અને પછી બંનેએ 2004માં લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *