અંબાલાલ પટેલને સરકાર યોગ્ય પદ આપશે? વિધાનસભામાં છવાયા આગાહીકાર

દેશ-દુનિયાના હવામાનની આગાહીની વાત આવે ત્યારે ગુજરાતના દરેકના મોઢે એક જ નામ આવે, એ છે અંબાલાલ પટેલ. તેઓ ગુજરાતના હવામાનના આગાહીકાર કહેવાય છે. તો લોકો…

દેશ-દુનિયાના હવામાનની આગાહીની વાત આવે ત્યારે ગુજરાતના દરેકના મોઢે એક જ નામ આવે, એ છે અંબાલાલ પટેલ. તેઓ ગુજરાતના હવામાનના આગાહીકાર કહેવાય છે. તો લોકો તેમને ગુજરાતના બાબા વેંગા પણ કહે છે. ત્યારે હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં અંબાલાલ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અંબાલાલ પટેલના નામનો ગુજરાત વિધાનસભાના ગૃહમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સચોટ હોવાનું ગૃહના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું.

તેઓએ ગૃહમાં કહ્યું હતું કે, ભૂકંપ સંદર્ભે સીસમોલોજી સેન્ટર આગાહી કરે તે ખુબ સારું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ગૃહમાં સ્પષ્ટ કહ્યું કે, અંબાલાલ પટેલ પહેલાથી જ આગાહી કરે છે તો શું સરકાર તેમને યોગ્ય પદ આપવા માંગો છો કે નહીં. આમ, કિરીટ પટેલે અંબાલાલ પટેલને સરકારી પદ આપવા અંગે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ સ્વીકાર કર્યો કે અંબાલાલ પટેલની વરસાદ પરની આગાહી ખુબ સારી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *