કોડીનાર નગરપાલિકા ચૂંટણી માં ભાજપે 7 વોર્ડ ની તમામ 28 બેઠકો ઉપર જ્વલંત વિજય મેળવતા ભવ્ય વિજય સરઘસ બાદ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી એ આક્રમક તેવર માં વિજયી સભા ગજવી હતી.
કોડીનારમાં નિષ્પક્ષ અને નિર્ભય રીતે ચૂંટણી યોજવા બદલ દિનુભાઈ સોલંકી એ ગીર સોમનાથ એસ.પી.મનોહરસિંહ જાડેજા અને પોલીસ તંત્ર અને મામલતદાર તંત્ર નું આભાર વ્યક્ત કરી કોડીનારની પ્રજાજનો એ શાંત અને ભાઈચારા ના શહેર કોડીનાર શહેર ને બદનામ કરવા માંગતાં તત્વો સામે લોકોએ કચકચાવી ને સ્વયંભૂ મતદાન કરી વિપક્ષને જડબાતોડ જવાબ આપ્યો હોવાનું જણાવી ગીર સોમનાથ કલેકટર ઉપર ભ્રષ્ટાચાર ના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વેરાવળ પાટણ માં થયેલ ડીમોલિશન અંગે કલેકટર વિરૂૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન થઈ હોય એમાં થી છટકવા માટે કોંગ્રેસ સાથે સાંઠગાંઠ કરી ચૂંટણીમાં કોંગ્રેસ ને મદદ કરવા ધમપછાડા કર્યા હોવાનુ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે હું જાહેર જીવન છોડી દઈશ પણ આ ભ્રષ્ટાચારી કલેકટરને નહીં છોડુ જાહેર મંચ ઉપરથી ગીર સોમનાથ જિલ્લા કલેકટરને મહંમદ ગજની સાથે સરખાવી કહ્યું હતું કે 5000 વર્ષ પહેલા મહમદ ગજનીએ સોમનાથને લૂંટ્યું હતું હવે જિલ્લા કલેકટર ગીર સોમનાથને લૂંટી રહ્યા છે માજી સાંસદ દિનુભાઈ સોલંકી ગુજરાત સરકાર પાસે જિલ્લા કલેકટરના ભ્રષ્ટાચાર ની કેટલીક તપાસ માગતા જણાવ્યું હતું કે જિલ્લાના ઉદ્યોગ ગૃહોના રોયલ્ટી ફંડના 30 કરોડ રૂૂપિયા આ કલેકટરે લાગતી વળગતી એજન્સીને ફાળવી દીધા છે તેમજ દર મહિને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સસ્તા ની દુકાનો મધ્યાન ભોજન અને આંગણવાડી માંથી રૂૂપિયા 15 લાખનો હપ્તો લેવાય છે આ ઉપરાંત વેરાવળ ની ચોપાટી ના કામમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો તેમજ દરિયાકાંઠા ઉપર ચાલતી જેટીના કામ કરતા કોન્ટ્રાક્ટરો પાસેથી પણ હપ્તા લેવાતા હોવાનું આક્ષેપ અને તેની તપાસ માગી હતી ઉપરાંત બિન ખેતી ની ફાઈલો કમિશન રાખી મોટું તોડ પાણી કરી કરોડો રૂૂ.ઘર ભેગા કરી તેમજ સરકારી કામો માં થયેલા કરોડો ના ભ્રષ્ટાચાર અને અનેક કોભાંડો ઉપર ઢાંકપીછોડો કરી કરોડો રૂૂ.નું ભ્રષ્ટાચાર કર્યું હોવાનું જણાવી આ અધિકારી નાના સરકારી કર્મીઓ ને દબાવી ધમકાવી સહીઓ કરાવી નાના કર્મચારીઓ ને બલી નો બકરો બનાવી પોતે એશો આરામ સાથે રૂૂપિયા બનાવતા હોવાનું જણાવી આ અધિકારી એ કરેલા ભ્રષ્ટાચાર અંગે ની વિસ્તૃત યાદી સાથે જાહેર મંચ ઉપર થી જાહેર કરી ગંભીર આક્ષેપો કરી આ અધિકારી ની લુંટ થી જિલ્લા ની પ્રજા ને બચાવવા સરકાર ને અપીલ કરી સરકાર સમક્ષ આ અધિકારી સામે સી.બી.આઇ.કક્ષા ની તપાસ કરવા માંગ કરી જિલ્લા ને ભ્રષ્ટાચાર મુક્ત કરવા આંદોલન શરૂૂ કરવા અને આ ભ્રષ્ટાચારી અધિકારી ને જ્યાં સુધી ભ્રષ્ટાચારી સાબિત ના કરી દવ ત્યાં સુધી ઝંપિશ નહિ તેમ જણાવી જો સરકાર આ અધિકારી સામે કોઈ પગલા નહિ ભરે તો હાઇકોર્ટ માં જવાની પણ તૈયારી હોવાનું જણાવ્યું હતું.