ઘણા વર્ષો પછી, ભારતીય ક્રિકેટ ટીમને ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ તરફથી મજબૂત પડકારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રવાસ મજબૂત અને સ્પર્ધાત્મક સાબિત થયો છે. ODI શ્રેણી હારવા છતાં વેસ્ટ ઈન્ડિઝે T20Iમાં મજબૂત વાપસી કરી છે. આ શ્રેણીમાં, વેસ્ટ ઈન્ડિઝે બે વાર પાછળ રહીને સીરિઝમાં વાપસી કરી છે, અને હવે નિર્ણાયક મેચનો સમય આવી ગયો છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી-20 શ્રેણીની અંતિમ મેચ આજે શનિવારના બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાએ લખનૌમાં પહેલી મેચ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝે રાંચીમાં શ્રેણી 1-1થી બરાબરી કરી હતી. ત્યારબાદ ભારતે ત્રીજી મેચમાં ફરીથી લીડ મેળવી હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝે ચોથી T20Iમાં વાપસી કરીને શ્રેણી 2-2થી બરાબર કરી હતી.
ટીમ ઈન્ડિયા સ્પષ્ટપણે ફેવરિટ છે, કારણ કે તેઓ 2002થી કોઈપણ ફોર્મેટમાં ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણી હાર્યા નથી. ભારતીય ટીમે 2016 પછી જ ઘરેલુ મેદાન પર ઓછામાં ઓછી ત્રણ મેચની ટી20 શ્રેણી રમવાનું શરૂૂ કર્યું. ત્યારથી છેલ્લા 10 વર્ષમાં ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે રમાયેલી ત્રણ કે તેથી વધુ મેચોની દરેક ટી20 શ્રેણીમાં નિર્ણાયક મેચ જીતી છે. એટલે કે, જ્યારે પણ શ્રેણી બરાબરી પર રહી છે, ત્યારે ભારતે છેલ્લી મેચ જીતીને શ્રેણી પર કબજો કર્યો છે. આ 10 વર્ષોમાં, ટીમ ઇન્ડિયાએ 10 શ્રેણી રમી છે સીરિઝનો વિજેતા અંતિમ મેચમાં જ નક્કી થયો છે. આમાંથી નવ શ્રેણીમાં, ટીમ ઇન્ડિયાએ અંતિમ મેચ જીતીને શ્રેણી જીતી હતી.
