શું આ રીતે ભણશે ગુજરાત ? 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક

63 શાળામાં શૂન્ય વિદ્યાર્થી છે તેમ છતાં શાળાઓમાં 78 શિક્ષક કાર્યરત : ભ્રષ્ટ અને દિશા વિહિન નીતિઓને કારણે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ : ડો.મનિષ…

63 શાળામાં શૂન્ય વિદ્યાર્થી છે તેમ છતાં શાળાઓમાં 78 શિક્ષક કાર્યરત : ભ્રષ્ટ અને દિશા વિહિન નીતિઓને કારણે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ : ડો.મનિષ દોશી

ભારત સરકારનાં નીતિ આયોગનાં સ્કુલ એજ્યુકેશન સીસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલીસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાસમેન્ટ અહેવાલમાં ગુજરાતનાં સતત કથળતા શિક્ષણ અંગે ભાજપ સરકારની દિશાવિહીન અને ભ્રષ્ટાચારી નીતિ સીધી જવાબદાર હોવાનું સ્પષ્ટ આરોપ મુકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભારતની પ્રાથમિક શાળાઓમાં લગભગ સાર્વત્રિક પ્રવેશ (90.9% GER )ની ઉજવણી કરવામાં આવી છે અને વિશ્વની સૌથી મોટી શાળા વ્યવસ્થા 14.71 લાખ શાળાઓ, 1.01 કરોડ શિક્ષકો અને 24.69 કરોડ વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે અહેવાલ એક કઠોર ચેતવણી પણ આપે છે. મૂળ વાત તો બાળકોને શાળામાં ટકાવી રાખવાની છે. ઉચ્ચ માધ્યમિકમાં GER માત્ર 58.4% છે, માધ્યમિકમાં ડ્રોપઆઉટ રેટ 11.5% છે અને સરકારી શાળાઓમાં નોંધણી 2005માં 71%થી ઘટીને 2024-25માં માત્ર 49.24% રહી છે. રાજ્યની શાળાઓમાં છતમાંથી પાણી ટપકતું હોય, લેબોરેટરીની સુવિધા ન હોય અને ટોઈલેટો બિનકાર્યક્ષમ, વિદ્યાર્થીઓને ક્લાસ 6, 9 અને 11 પછી સ્થળાંતર અથવા ડ્રોપઆઉટ તરફ ધકેલે છે.

રાજ્યમાં ખાનગીકરણ વધી રહ્યું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત છે.
દેશમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું માળખું સતત તોડવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં 93,000થી વધુ શાળાઓને તાળા મારવામાં આવ્યા છે, જ્યારે એકલા ગુજરાતમાં 5612 શાળાઓને તાળા મારવાની પ્રક્રિયા ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના લીધે ગ્રામીણ વિસ્તારોના બાળકોનો શિક્ષણનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે. ગુજરાતમાં શિક્ષણ પાછળ ₹63,134 કરોડ જેટલા માતબર નાણાંની જોગવાઈ છે, તો હકીકતમાં આ કરોડો રૂૂપિયા ક્યાં વપરાઈ રહ્યા છે તે એક મોટો તપાસનો વિષય છે.

ગુજરાતમાં માધ્યમિક ડ્રોપઆઉટ રેટ 16.9% છે રાષ્ટ્રીય 11.5% કરતા ઘણો વધુ છે. વર્ષ 2025-26માં આઉટ-ઓફ-સ્કૂલ બાળકોમાં 341% નો વધારો થયો છે. જેમાં 54,541 વિધાર્થીઓથી વધીને 2.4 લાખ વિધાર્થીઓ આઉટ-ઓફ-સ્કુલ છે. જેમાં 1.1 લાખ કિશોરીઓ છે. રાજ્ય શિક્ષણ વિભાગના પોતાના આંકડા દર્શાવે છે કે લગભગ 4 લાખ વિદ્યાર્થીઓ આગલા તબક્કાની સીટ ન મળવાથી ડ્રોપઆઉટ થાય છે. નીતિ આયોગ અહેવાલમાં રાષ્ટ્રીય સ્તરે 1 લાખથી વધુ શાળાઓનો જેમાં એક જ શિક્ષક છે જે શાળાઓમાં 33 લાખ બાળકો નોધાયેલ છે. ગુજરાતની શિક્ષણની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ગુજરાતમાં 1,05,134 ભણતા વિધાર્થીઓની સંખ્યા ધરાવતી 2936 શાળાઓમાં માત્ર 1 શિક્ષક છે. આ નાનકડા ગામડાઓ નથી તેઓ અનેક ધોરણોના ડઝનબંધ બાળકો છે. પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતમાં 24 વિધાર્થીએ 1 જયારે રાષ્ટ્રીય સ્તરે 20 વિધાર્થીઓએ 1 શિક્ષક છે. ઉચ્ચ પ્રાથમિકમાં 24 વિધાથીએ 1 શિક્ષક જયારે રાષ્ટ્રીય સ્તરે 17 વિધાર્થીએ 1 શિક્ષક છે. માધ્યમિક શિક્ષણઅ ગુજરાતમાં 27 વિદ્યાર્થીએ 1 જયારે રાષ્ટ્રીય સ્તરે 15 વિધાર્થીએ 1 શિક્ષક છે.

ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રાજ્યમાં 25 વિધાર્થીએ 1 શિક્ષક જયારે રાષ્ટ્રીય સ્તરે 23 વિધાર્થીએ એક શિક્ષક છે જે દર્શાવે છે જે રાજ્યમાં વિધાર્થી દીઠ શિક્ષકની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે. ગુજરાતમાં મોટાપાયે વર્ગખંડોની અછત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઘટ છે. રાજ્યમાં 42,000 વર્ગખંડોની અછત છે. અનેક શાળાઓ જર્જરિત મકાનોમાં ચાલે છે. કેટલીક શાળાઓમાં વર્ષમાં કોઈ નવો પ્રવેશ નથી કારણ કે વિધાર્થી-વાલીઓએ હાર માની લીધી છે. સમગ્ર શિક્ષા ગુજરાત વાર્ષિક અહેવાલ 2024-25માં નવા રિસોર્સ રૂૂમ અને સમાવેશી સુધારાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ જમીની વાસ્તવિકતા અલગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *