ગુરુવારે ઝિમ્બાબ્વે સામેની મેચમાં અક્ષર-કુલદીપનો સમાવેશ થશે?

ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમની શરૂૂઆત નિરાશાજનક રહી, રવિવારે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમની 76 રનથી મોટી…

ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમની શરૂૂઆત નિરાશાજનક રહી, રવિવારે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમની 76 રનથી મોટી હાર થઇ. વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમે ઝીમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચ મોટા અંતરથી જીતવી પડશે, આ બંને મેચોમાં ભારતીય ટીમની પ્લેઇંગ-11માં કેટલાક મોટા ફરફાર જોવા મળી શકે છે.

ભારતીય હવે ઝિમ્બાબ્વે સામે 26 ફેબ્રુઆરીના રોજ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમશે રમશે. આમ તો ઝિમ્બાબ્વેને નબળી ટીમ માનવામાં આવે છે, પરંતુ આ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં તે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમોને હરાવી ચુકી છે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે પોતાનાના બેસ્ટ ખેલાડીઓને મેદાને ઉતારશે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ સ્પિનર ફ્રેન્ડલી માનવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં ત્રણ સ્પિનરોને સ્થાન આપવામાં આવી શકે છે. કુલદીપ યાદવ અને અક્ષર પટેલ ટીમમાં કમબેક કરી શકે છે, જ્યારે વોશિંગ્ટન સુંદરને બહાર બેસવું પડી શકે છે.ટી-20 વર્લ્ડ કપ અભિષેક 2026માં અભિષેક નિષ્ફળ રહ્યો છે, તે અત્યાર સુધી અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. ભરતીય ક્રિકેટ ચાહકો માંગ કરી રહ્યા છે કે અભિષેકને બદલે સંજુ સેમસનને સ્થાન આપવામાં આવે.

પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ અભિષેકને હજુ એક તક આપી શકે છે, ઝીમ્બાબ્વે જેવી પ્રમાણમાં નબળી ટીમ સામે એક મોટી ઇનિંગ રમીને અભિષેક તેનું ફોર્મ પાછુ મેળવી શકે છે. સંજુ સેમસનને હજુ પણ રાહ જોવી પડશે. ટીમ ઇન્ડિયાના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને અક્ષર પટેલને બહાર રાખવાના નિર્ણય સામે પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા નારાજગી વ્યક્ત કરી છે. અશ્વિને જણાવ્યું કે, અક્ષર પટેલ ભારત માટે ઝ20 ફોર્મેટમાં ’મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ રહ્યો છે. લેફ્ટી બેટ્સમેન સામે વોશિંગ્ટન સુંદરને રમાડવાની રણનીતિ યોગ્ય હોઈ શકે, પરંતુ અક્ષર પટેલ જેવા મેચ-વિનરના યોગદાનને નજરઅંદાજ કરવાનું ટીમને ભારે પડ્યું છે. અશ્વિને જૂની યાદો તાજી કરતા કહ્યું કે, મુશ્કેલ સમયે અક્ષરે હંમેશાં બેટિંગ અને બોલિંગ કરી બંને બાજુથી ટીમ માટે કમાલ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *