‘આપ’ના કરશનદાસ બાપુ કોંગ્રેસના માંડવે, નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે?

જાણીતા આધ્યાત્મિક આગેવાન અને એક સમયે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કરસનદાસ બાપુ હવે કોંગ્રેસમાં જોડાવવાના છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે તેમની ગઇકાલે બેઠક…

જાણીતા આધ્યાત્મિક આગેવાન અને એક સમયે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કરસનદાસ બાપુ હવે કોંગ્રેસમાં જોડાવવાના છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે તેમની ગઇકાલે બેઠક થઈ હતી. તેઓ સોમવારના રોજ કોંગ્રેસમાં વિધિવત જોડાવવાના છે. આ બતાવે છે કે તેઓ લાંબા સમય સુધી રાજકીય છત્ર વગર રહી શકતા નથી.

ગુજરાતના આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે જાણીતું નામ એવા કરસનદાસ બાપુ ફરી એકવાર રાજકીય ચર્ચાઓના કેન્દ્રમાં આવ્યા છે. લાંબા સમયના વિરામ બાદ, તેઓ હવે વિધિવત રીતે કોંગ્રેસનો હાથ પકડવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથેની તેમની મુલાકાતે આ અટકળો પર મહોર મારી દીધી છે. આવનારા સોમવારે તેઓ વિધિવત રીતે કેસરીયો કે ઝાડુ છોડીને ‘પંજા’ સાથે પોતાની નવી રાજકીય ઇનિંગ શરૂૂ કરશે.

કરસનદાસ બાપુનો રાજકારણ સાથેનો નાતો નવો નથી. અગાઉ તેઓ આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા હતા. તે સમયે એવી આશા હતી કે એક આધ્યાત્મિક ચહેરો હોવાને કારણે તેઓ જનતા સાથે સીધો સંવાદ સાધી શકશે. જોકે, સમય જતાં ‘આપ’ સાથેના તેમના છેડા છૂટા પડ્યા હતા. થોડો સમય રાજકીય લાઈમલાઈટથી દૂર રહ્યા બાદ, તેમનો કોંગ્રેસ પ્રવેશ સૂચવે છે કે તેઓ લાંબા સમય સુધી રાજકીય છત્ર વગર રહી શકતા નથી.

સામાન્ય રીતે માનવામાં આવે છે કે આધ્યાત્મિકતા ત્યાગનો માર્ગ છે અને રાજકારણ સત્તાનો. પરંતુ કરસનદાસ બાપુ માટે આ બંને વિષયો બે સમાંતર ટ્રેક જેવા છે. તેઓ માને છે કે સમાજસેવા કરવા માટે સત્તા એક સબળ માધ્યમ બની શકે છે. ટીકાકારો ભલે તેને ‘રાજકીય મહત્વકાંક્ષા’ ગણાવે, પરંતુ તેમના ટેકેદારો તેને ‘લોકકલ્યાણ માટેનો સંઘર્ષ’ ગણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *