ભાવનગર રોડ પર આવેલા બેડીપરા પાસે શ્રમજીવી સોસાયટીમાં માવતરે રહેતા પરિણીતાએ ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેઓને તેમના પતિ સાથે મોબાઈલ રાખવા મામલે માથાકૂટ થયા બાદ છેલ્લા છ દિવસથી રાજકોટ માવતરએ રિસામણે આવી ગયા હતા.
વધુ વિગતો મુજબ,મોરબીમાં પરણેલી અને રાજકોટમાં માવતર ધરાવતી કાજલ સરવણભાઈ પરસોંડા નામની પરિણીતા તેમના માવતર બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેમના પરિવારમાંથી જાણવા મળ્યું હતું કે,કાજલના આઠ મહિના પહેલા મોરબી રહેતા યુવાન સાથે લગ્ન થયા હતા અને બંને વચ્ચે અઠવાડિયા પહેલા મોબાઈલ સાથે રાખવા મામલે માથાકૂટ થતા કાજલ તેમના માવતરે રીશામણે આવી ગઈ હતી.આ અંગે હાલ થોરાડા પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે.
