પતિ ચારિત્ર્ય અંગે શંકા કરતો હોવાથી પત્નીએ ફિનાઇલ પીધું

શહેરની ભાગોળે મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં પતિ ચારિત્રય અંગે શંકા કરતો હોવાથી પત્નીએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે…

શહેરની ભાગોળે મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં પતિ ચારિત્રય અંગે શંકા કરતો હોવાથી પત્નીએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ જય જવાન જય કિશાન સોસાયટી શેરી નં.25માં રહેતા કંચનબેન આશીષભાઇ જેઠવા (ઉ.30) નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કંચનબેનના લગ્ન 11 વર્ષ પહેલા થયા છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વધુ તપાસમાં પતિ ચારિત્રય અંગે શંકા કરી ઝઘડો કરતો હોવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *