પતિ પાડોશી પરિણીતાને લઈ ભાગી જતાં પત્નીએ ફીનાઈલ પીધું

શહેરના સોરઠીયાવાડી સર્કલ 80 ફુટ રોડ પર આવેલા સત્યમ પાર્કમાં પતિ પાડોશી પરિણીતાને લઈ ભાગી જતાં પત્નીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે…

શહેરના સોરઠીયાવાડી સર્કલ 80 ફુટ રોડ પર આવેલા સત્યમ પાર્કમાં પતિ પાડોશી પરિણીતાને લઈ ભાગી જતાં પત્નીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, સત્યમ પાર્ક સોસાયટી શેરી નં.1માં રહેતાં વનિતાબેન ચેતનભાઈ અઘેરા (ઉ.40) નામના મહિલાએ આજે સવારે પોતાના ઘરે ફિનાઈલ પી લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં વનિતાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ ફર્નિચરનું કામ કરે છે. વનિતાબેનના જણાવ્યા મુજબ, તેનો પતિ પાડોશમાં રહેતી પરિણીતાને લઈ 10-12 દિવસથી ભાગી ગયો હોય જેથી લાગી આવતાં તેમણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રેલનગરની સગીરાએ ફિનાઈલ ગટગટાવ્યું રેલનગરમાં અવધ પાર્ક વિસ્તારમાં રહેતી 16 વર્ષિય સગીરાએ આજે સવારે ફિનાઈલ પી લેતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સગીરાને તેના મામા સાથે પ્રેમ સંબંધ હોવાનો જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *