પાડોશી સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આવાસ કવાર્ટરમાં રહેતી પરિણીતાના પાડોશી યુવક સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થઇ જતા પરિણીતાએ ડીડીટી પાડવર પી લીધો…

શહેરમાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે આવાસ કવાર્ટરમાં રહેતી પરિણીતાના પાડોશી યુવક સાથેના પ્રેમ સંબંધની પતિને જાણ થઇ જતા પરિણીતાએ ડીડીટી પાડવર પી લીધો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ ઉપર ભગતસિંહજી ગાર્ડન પાસે આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી ઉર્મીલાબેન મહેશભાઇ મકવાણા નામની 26 વર્ષની પરિણીતા બપોરના સમયે પોતાના ઘરે હતી ત્યારે ડીડીટી પાવડર પી લીધો હતો. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પીટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર ઉર્મીલાબેન મકવાણાનો પતિ ફ્રુટ વેંચી પરિવારનું ગુજરાત ચલાવે છે.

ઉર્મીલાબેન મકવાણાને ઇન્સ્ટાગ્રામ મારફત પાડોશમાં રહેતા દલસુખ વઢવાણા સાથે આંખ મળી ગઇ હતી. છેલ્લા દોઢ મહીનાથી બન્ને વચ્ચે ચાલતા પ્રેમ સંબંધનો પતિ મહેશ મકવાણાને જાણ થઇ જતા ઉર્મીલાબેન મકવાણાએ ડીડીટી પાવડર પી લીધો હતો. ઉર્મીલાબેન મકવાણાએ અગાઉ પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *