‘તું કેમ બાઇક ચલાવી આગળ નીકળી ગયો’ મોરબીના યુવાનને મિત્રોએ ધોકા વડે ફટકાર્યો

  મોરબીના પાનેલી ગામે રહેતા જેન્તીભાઇ રાજેશભાઇ કટેશિયા (ઉ.વ.18)નામના યુવાનને તેમના મિત્રો સંજય ચાવડા, તુખાશ્રી, મનીષભાઇ અને રાજદીપભાઇએ કોઇ કારણોસર ઝઘડો કરી ધોકા અને પાઇપ…

 

મોરબીના પાનેલી ગામે રહેતા જેન્તીભાઇ રાજેશભાઇ કટેશિયા (ઉ.વ.18)નામના યુવાનને તેમના મિત્રો સંજય ચાવડા, તુખાશ્રી, મનીષભાઇ અને રાજદીપભાઇએ કોઇ કારણોસર ઝઘડો કરી ધોકા અને પાઇપ વડે માર મારતા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે તેમણે જણાવ્યુ હતુ કે, તે મજૂરી કામ કરે છે અને આરોપી બધા મિત્રો થાય છે. બધા બાઇક લઇને જતા હતા ત્યારે આરોપીએ કહ્યુ કે તુ બાઇક લઇને કેમ આગળ નીકળી ગયો જેથી પાનની દુકાને જતો હતો ત્યારે તેની પર મિત્રોએ હુમલો કર્યો હતો. આ મામલે મોરબી તાલુકાએ વધુ તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં મોરબીના જોધપુર નદી પાસે રહેતા અંજય માધવદાસ દેવમુરારી (ઉ.વ.51)નામના પ્રૌઢે પોતાના ઘરે કોઇ કારણોસર એસીડ પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમનુ સારવારમાં મોત નીપજ્યુ હત. તે બે બહેન ત્રણ ભાઇમાં મોટો હતા. તેમને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરી છે. પોતે દુધની ડેરી ચલાવતો હતો. પગના દુખાવાથી કંટાળી તેમણે આ પગલુ ભરી લીધુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *