ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિરની ગાદીને લઈને થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ત્યારે ગિરનાર સાધુ મંડળના વિવાદમાં કિન્નર અખાડો પણ મેદાને આવ્યો છે. કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ ભુતનાથ મંદિરના મહંત મહેશગીરી પર પ્રહારો કર્યા છે. તેમેણે કહ્યું છે કે, કમંડળ કુંડ છોડીને શા માટે ભાગવું પડ્યું હતું મહેશગીરીને ?? મહેશ ગીરી સન્યાસ છોડીને બન્યા હતા રાજકારણી.
કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મહેશ ગીરી પર આરોપ લગાવતા કહ્યું હતું કે, મહેશ ગીરી સન્યાસ છોડીને રાજકારણી બન્યા હતા ત્યારે પેન્ટ શર્ટ અને ઝભ્ભો પહેરતા હતા. મહેશ ગીરી મન થાય ત્યારે રાજકારણી બને છે અને મન થાય ત્યારે સન્યાસી બને છે એ વ્યાજબી વાત થોડી છે. ફરી મહેશગીરીએ ભગવા ધારણ કર્યું છે. તો આ વખતે તમારા ગુરુ કોણ તેવા સવાલો કર્યા છે. કિન્નર અખાડા ની સ્થાપના ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ કરી છે. વંદનીય હરી ગીરીબાપુ સામે ખાવા આક્ષેપો પાયા વિહોણા છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર પાસે તપાસ કરવા કિન્નરો અખાડાએ માંગની કરી છે.
કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મહેશગિરિ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે જેવી રીતે મહેશગિરિએ મન ફાવે તેમ હરિગિરિ વિશે આક્ષેપો કર્યા છે. આ સાંભળી કિન્નર અખાડાને ખૂબ જ દુ:ખ થયું છે. હું હરિગિરિ મહારાજને 2013થી ઓળખું છું, ત્યારે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હતી અને ત્યારબાદ અમે કિન્નર અખાડો બનાવ્યો હતો. તે પહેલાથી જ હું હરિગિરિ મહારાજના સંપર્કમાં છું.
કિન્નર અખાડાના આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણા લોકોએ કહ્યું હતું કે હરિગિરિ મહારાજે કિન્નર અખાડા પાસેથી પૈસા લીધા છે. પરંતુ આ વાત તદ્દન ખોટી છે.
હરિગિરિ મહારાજે એક પણ રૂૂપિયો લીધો નથી.આટલા બધા મંદિર અને આશ્રમની દેખરેખ હેઠળ ચાલે છે. તેને કોઈપણ ચીજની ખોટ નથી. આ તમામ જે આરોપો મહેશગિરિ દ્વારા લગાવવામાં આવ્યા છે, તેનું કિન્નર અખાડા ખંડન કરે છે. એક એવા સંત કે જે સૌને સાથે લઈને ચાલે છે. કોઈપણ પ્રકારના લોભ લાલચ વિના તમામ સમાજને એક સૂત્રમાં બાંધવાનું કાર્ય કરે છે. તેવા સંત પર આરોપ લગાવતા પહેલા શરમ થવી જોઈએ. ત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી કિન્નર અખાડાની માંગ છે.
સત્ય બહાર આવશે
આ બાબતે મહેશગિરિ બાપુ જણાવ્યું હતું કે, કિન્નર અખાડાના માતાજી જે મારા વિશે વાત કરે છે, તો તે મારા અખાડાના નથી. અને વાતો તો ગમે તે કરી શકે. બસ હું માતાજીને એટલું જ કહેવા માગું છું કે, તટસ્થ તપાસ થાય અને સત્ય બહાર આવે ત્યાં સુધી રાહ જુઓ. ક્યાંક તમારા શબ્દો તમારે પાછા લેવા ન પડે. મારે કોઈ પણ જગ્યા સાથે વિવાદ કે દુશ્મની નથી હું માત્ર સત્યની લડાઈ લડી રહ્યો છું અને મને ભરોસો છે કે સત્ય સામે જરૂૂર આવશે.