‘જેની પાસે પૈસા હશે તે જીતશે’ દૂધધારા ડેરીના મતદાન સમયે જ ભાજપ સાંસદનો બાઉન્સર

ભરૂૂચ દૂધધારા ડેરીની આજે મતદાન થયું છે ત્યારે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા કે, પજેની પાસે વધુ પૈસા હશે…

ભરૂૂચ દૂધધારા ડેરીની આજે મતદાન થયું છે ત્યારે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા કે, પજેની પાસે વધુ પૈસા હશે તે જીતશે.
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા કે, ‘ભરૂૂચમાં સહકારી સંસ્થાઓ મૂળ હેતુથી વિખેરાઈ ગઈ છે, ત્યારે સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂૂરી બની ગયું છે. સહકારી સંસ્થાઓની ચૂંટણી ખરીદફરોત થઈ રહી છે. જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે.’ ચૂંટણી પ્રક્રિયાની અંતિમ વિગતો પ્રમાણે, કુલ 21 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે અને 1 બેઠક બિનહરીફ છે. 14 બેઠકો માટે મતદાન થયુ છે.

મળતી માહિતી અનુસાર, ભરૂૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના ઉમેદવારોની પેનલ સામે વિકાસ પેનલ ચૂંટણી મેદાને ઉતારી છે. તેમણે કહ્યું કે, ‘સસ્પેન્ડ કરવાનો કોઈ અર્થ નથી. આનાથી કોઈ ફરક પડે નહીં. અમારી વિકાસ પેનલ ચૂંટણી લડશે અને જીતશે કેમકે, કાર્યકરોનો સાથ-સહકાર છે.’ નોંધનીય છે કે, દૂધધારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરૂૂણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તેમ છતાં વાગરા ધારાસભ્યએ મેન્ડેટ વિરૂૂદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી. ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *