જંતર મંતરમાં હાઈસિકયોરિટી વચ્ચે પથ્થરો-બોટલો કયાંથી આવ્યા ?

દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર વિસ્તારમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)નું પ્રદર્શન અત્યંત સંવેદનશીલ બની ગયું છે. દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ…

દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર વિસ્તારમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)નું પ્રદર્શન અત્યંત સંવેદનશીલ બની ગયું છે. દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ આંદોલનને હવે બહારના અસામાજિક તત્વોએ સંપૂર્ણ રીતે હાઈજેક કર્યું છે. માસૂમ વિદ્યાર્થીઓની આડમાં છૂપાયેલા આ ઉપદ્રવીઓ પોલીસ અને સુરક્ષાદળોને ટાર્ગેટ કરી રહ્યા છે. જો કે સૌથી મોટો સવાલ એ છે કે, જંતર મંતરમાં આટલી મોટી સંખ્યામાં પથ્થરો અને બોટલો કેવી રીતે પહોંચે છે ? ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પથ્થારો કોણ પહોંચાડી રહ્યું છે ? ખુદ તંત્ર પણ સવાલોના ઘેરામાં છે.

દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા સીજેપી પ્રોટેસ્ટ અંગે ખુબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસ સૂત્રોનું માનીએ તો હવે આ માત્ર વિદ્યાર્થીઓનું શાંતિપૂર્ણ પ્રદર્શન નથી રહ્યું. આ સમગ્ર આંદોલનને બહારના અસામાજિક તત્વોએ પોતાના હાથમાં લઈ લીધુ છે. તેઓ પ્રદર્શનકારીઓની ભીડમાં છૂપાઈને માહોલ બગાડવાનું કામ કરી રહ્યા છે. તેમના નિશાના પર સીધી રીતે સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓ છે.

સૂત્રોએ જણાવ્યું કે પ્રદર્શનની આડમાં ઘૂસેલા આ અસામાજિક તત્વો અચાનક હુમલો કરે છે. આ લોકો પોતાની સાથે અણીયાળા પથ્થરો અને કાંચની બોટલો છૂપાવીને લાવે છે. અચાનક સુરક્ષાદળો પર પથ્થરમારો શરૂૂ થઈ જાય છે. ત્યારબાદ સમગ્ર ભીડને ઉક્સાવીને આક્રમક બનાવી દેવાય છે. આ અચાનક થયેલા હુમલાથી ઘટનાસ્થળે અફરાતફરી મચી જાય છે અને પોલીસકર્મીઓ માટે સ્થિતિ સંભાળવી મુશ્કેલ બને છે. આ હિંસા સાથે જોડાયેલો એકદમ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ ફૂટેજ 20 જુલાઈનું છે. જનપથ સ્થિતિ એક પેટ્રોલપંપનું હોવાનું કહેવાય છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્રદર્શનકારીઓની ભીડમાં ઘૂસીને આ ઉપદ્રવીઓએ પેટ્રોલપંપને પણ ન છોડ્યો અને ત્યાં જઈને પથ્થરમારો કર્યો. વીડિયોમાં ડ્યૂટી પર તૈનાત પોલીસકર્મીઓ પોતાનો જીવ બચાવીને ભાગતા નજરે ચડી રહ્યા છે. આ ફૂટેજ સ્પષ્ટપણે દર્શાવે છે કે હુમલાખોરો કેટલા બેખૌફ થઈ ગયા હતા.

20 જુલાઈના રોજ જંતર મંતર પર થયેલી બબાલ દરમિયાન અનેક પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ 22 જુલાઈએ મધરાતે સ્પેશિયલ CP (LO Zone-I)દેવેશચંદ્ર શ્રીવાસ્તવ પોતે ડોક્ટર આરએમએલ હોસ્પિટલ પહોંચ્યા. તેમણે હોસ્પિટલમાં દાખલ ઘાયલ પોલીસકર્મીઓની મુલાકાત કરી અને તેમના સ્વાસ્થ્યના હાલ જાણ્યા. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે કાયદા વ્યવસ્થા સાથે રમત કરનારા પર કડક કાર્યવાહી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *