રેલવે મંત્રીએ જાહેર કરેલી 6 ટ્રેન રાજકોટ ક્યારે પહોંચશે ?

દુરન્તો એક્સપ્રેસ પણ રાજકોટ પહોંચી નહીં, રેલવેની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સે કાઢેલી ઉઘરાણી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ વેસ્ટર્ન…

દુરન્તો એક્સપ્રેસ પણ રાજકોટ પહોંચી નહીં, રેલવેની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સે કાઢેલી ઉઘરાણી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ વેસ્ટર્ન રેલ્વેની ડિવીઝનલ રેલ્વે યુઝર્સ ક્ધસલ્ટેટીવ કમિટી (DRUCC) નૌ તા.24-12-2025 ના રોજ મળેલ મિટીંગમાં ઉપસ્થિત રહી રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફ રોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે રાજકોટ વેર્સ્ટન રેલ્વે ડિઆરએમશ્રી ગી રી રાજ કુમાર મીના તથા DRUCCસેક્રેટરી અને સનીયર ડિસીએમ સુનિલકુમાર મિનાને રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો-સુચનો રજુ કરવામાં આવેલ.

સૌરાષ્ટ્ર મેઈલ અને સો રાષ્ટ્ર જનતા વચ્ચે માત્ર અડધો કલાકનો જ ફેર છે. ખાસ તો “તેજસ એકસપ્રેસ સ્પેશ્યલ ટ્રેન શરૂૂ કરેલ હતી અને ભીડનો અભાવ રહ્યો ન હોત અને તે પણ સાંજે 6:30 વાગ્યે જ ઉપડતી હોય તો સૌ રાષ્ટ્ર મેઈલ કાયમી તેના મુળભુત સમયે સાંજે 6:30 વાગ્યે ઉપડતી હતી તે મુજબ રાખવા ખાસ અનુરોધ છે.
અગાઉ રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા અમદાવાદથી ઉપડતી વિવિધ 6 ટ્રેનો (1) Train No.19421/22 Ahmedabad- Patna Exp. (2) Train No.22967/68 Ahmedabad- Prayagraj Exp. (3) train no.19413/14 Ahmedabad – Kolkata Exp. (4) Train No.11049/50 Ahmedabad – Kolhapur Exp. (5) Train No.22137/38 Nagpur-Ahmedabad Exp. (6) Train No.12917/18 Ahmedabad-Hazrat Nizamuddin Gujarat Sampark Kranti Exp ને રાજકોટ સુધી લંબાવવા માટે જાહેરાત કરવામાં આવેલ હતી. પરંતુ હજુ સુધી આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવેલ નથી. તેમજ રેલ્વેને આ બાબતે કોઈપણ જાતની નુકશાની થતી ન હોવાથી આ તમામ 6 ટ્રેનોને રાજકોટ સુધી તાત્કાલીક લંબાવવી.

અમદાવાદપુનાઅમદાવાદ દુરન્તો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવા માટે રેલ્વે મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી. પરંતુ હજુ સુધી આ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવેલ ગામાં આવેલ નથી. રાજકોટ અને પુના બન્ને શહેરો ઓટોપાર્ટસ મેન્યુફેક્સ રીંગ હબ તરીકે જાણીતા છે. ત્યારે આ ટ્રેનને રાજકોટ સુધી લેંબાવવી ખાસ જરૂૂરી છે. આ સિવાય રાજકોટ-દ્વારકા વચ્ચે સ્પેશ્યલ મેમુ ટ્રેન શરૂૂ કરવી. તેમજ રાજકોટ-મુંબઈ માટે “વંદે ભારત” સ્લીપર ટ્રેન શરૂૂ કરવા માટે યોગ્ય સ્તરે ખાસ રજુઆત કરવી. આમ રાજકોટ ચેમ્બર દ્વારા રજુ કરાયેલ વિવિધ પ્રશ્નો-સુચનો અંગે ડીઆરએમશ્રી ગીરી રાજકુમાર મીનાએ હાકારાત્મક અભિગમ દાખવી યોગ્ય કરવા ખાત્રી આપેલ હતી. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *