હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રાયધ્રાના બેચરભાઈ રઘુભાઈએ આશરે 15 વીઘામા ઘઉનું વાવેતર કર્યું છે અને હવે પાક તૈયાર થઈ ગયો છે જેમાં આજે વાડીમાંથી પસાર થતાં વીજતાર તૂટી પડ્યો હતો. જેથી કરીને ઘઉં ભડભડ સળગી ઊઠ્યા હતા અને આશરે ત્રણથી ચાર વીઘામાં નુકસાન થયું હતું ખેડૂત સાથે વાત કરતા ખેડૂતે જણાવ્યું હતું કે આશરે એકાદ લાખનું નુકસાન થયું છે જોકે વીજતાર બદલાવવા માટે અવારનવાર વીજળી વિભાગને રજૂઆત કરી હતી પરંતુ નિભંર તંત્ર દ્વારા રજૂઆત નહીં સાંભળતા આજે ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે જેને લયને ખેડુતે ભારોભાર રોષ વ્યક્ત કર્યો હતો.
હળવદના રણછોડગઢમાં વીજતાર તૂટી પડતાં ઘઉંનો પાક સળગ્યો
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રાયધ્રાના બેચરભાઈ રઘુભાઈએ આશરે 15 વીઘામા ઘઉનું વાવેતર કર્યું છે અને હવે પાક તૈયાર થઈ ગયો છે જેમાં આજે વાડીમાંથી પસાર…
