ભગવાન જે કરે તે સારા માટે: અમે હાર્યા તો લોકો અમને યાદ કરવા લાગ્યા

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરૂૂવારે દિલ્હીમાં પોતાના ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. કેજરીવાલે પાર્ટીના જનપ્રતિનિધિઓને સંબોધિત…

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરૂૂવારે દિલ્હીમાં પોતાના ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. કેજરીવાલે પાર્ટીના જનપ્રતિનિધિઓને સંબોધિત કરતા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેમનો વિશ્વાસ ઈશ્વરમાં છે અને ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે.

આજે દિલ્હીની જનતાને તેમની સરકારની યાદ આવવા લાગી છે અને આજે ચૂંટણી થાય તો તમામ બેઠકો જીતી જઈશું.દિલ્હીમાં આપની ત્રણ વખતની સરકારને હટાવીને સત્તામાં આવેલી ભાજપના કામકાજની ટીકા કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, છ મહિનામાં તેમણે એવું કરી દીધું દિલ્હીમાં, કદાચ ભગવાન એજ બતાવવા ઇચ્છતા હતા કે આમ આદમી પાર્ટી વાળા કેટલા સારા હતા. આજે જનતા યાદ કરી રહી છે. મારી પાસે ઘણા લોકો આવે છે, કોઈ કહે છે કે આજે ચૂંટણી થાય તો 60 બેઠકો આવશે, કોઈ કહે છે કે 65 આવી જશે, કોઈ કહે છે કે તમામ 70 બેઠકો જીતી જશો.

અરવિંદ કેજરીવાલે પોતાના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓએ આગામી ચૂંટણી સુધી જનતા વચ્ચે રહીને કામ કરવા કહ્યું. તેમણે કહ્યું કે, પજનતા વચ્ચે રહો. મને ખબર છે કે આ વીજળીની સબસિડી ખતમ કરવા જઈ રહ્યા છે. દિલ્હીમાં જે ફ્રી વીજળી મળી રહી છે, આ તેમને તકલીફ આપી રહી છે. જનતા વચ્ચે રહો, જનતાના સુખ-દુ:ખમાં કામ આવો. ભગવાને મેસેજ આપ્યો છે કે જ્યાં સુધી આગામી ચૂંટણી ન થાય, આગામી ચૂંટણીમાં ફરી સરકાર ચલાવવાનો મોકો મળશે. ત્યાં સુધી જનતા વચ્ચે રહીને કામ કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *