સામાન્ય-કોમન મેનના ખિસ્સાને ઘસારો પહોંચાડ્યા વિના નાણાંપ્રધાને સમતોલ સુખની કરી વહેંચણી
ભારતનું સામાન્ય બજેટ (Union Budget 2026) આવી ગયું છે. મોદી 3.0ના ત્રીજા અને પોતાના કાર્યકાળના નવમા બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક મોટી જાહેરાત કરી છે. જેમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવાની (Custom Duty Cut)ં જાહેરાત કરી, જેનાથી તમામ વસ્તુઓના ભાવ ઘટશે. આ ઉપરાંત 7 હાઈ સ્પીડ રેલવે કોરિડોરની પણ જાહેરાત કરી છે.
આ ઉપરાંત સરકારે સંપૂર્ણ ફોકસ ખેડૂતોની સમૃદ્ધિ પર કેન્દ્રિત કરવાની વાત કરી છે. ચાલો જાણીએ બજેટ સાથે જોડાયેલી 10 મોટી વાતો અને સમજીએ કે મિડલ ક્લાસથી લઈ ખેડૂતો સુધી કોને આ બજેટથી શું મળશે?
મોદી 3.0 ના ત્રીજા બજેટમાં ટેક્સ સંબંધિત અપેક્ષાઓ અનુસાર કોઈ મોટી જાહેરાત થઈ નથી. લોકોને અપેક્ષા હતી કે, સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 75,000 રૂૂપિયાથી વધારીને 1 લાખ રૂૂપિયા કરવામાં આવશે, પરંતુ તેમ થયું નથી. આવી સ્થિતિમાં મિડલ ક્લાસના હાથ ખાલી રહ્યા છે. જો કે,કેટલીક જાહેરાતોથી તેમને ફાયદો પણ થઈ રહ્યો હોય તેવું લાગે છે. આમાં જરૂૂરી દવાઓ પર ડ્યુટીમાંથી મુક્તિ આપવી સામેલ છે. બજેટમાં કેન્સર અને સુગર સહિતની 17 જરૂૂરી દવાઓ પર કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણા પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવતા બૂટ-ચપ્પલ અને સ્માર્ટફોન સહિત ઘણી મિડલ ક્લાસને ઉપયોગી વસ્તુઓ સસ્તી થઈ જશે.
નાણામંત્રી સીતારમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મોટા ફંડની જાહેરાત કરી છે. સરકારે 10,000 કરોડ MSMEs Growth Fund માટે ફાળવ્યા છે અને સરકારનો ઉદ્દેશ્ય ચેમ્પિયન ખજખઊત તૈયાર કરવાનો છે.
બજેટ 2026માં હેલ્થ અને મેડિકલ સેક્ટર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે, 5 મેડિકલ હબમાં પ્રાઈવેટ સેક્ટરની પાર્ટનરશિપ થશે, જ્યાં આયુષ કેન્દ્રો, ડાયગ્નોસ્ટિક સર્વિસ, પોસ્ટ-કેર અને રિહેબ સેન્ટર વિકસાવવામાં આવશે, જેનાથઈ હેલ્થ સેક્ટરમાં રોજગારી વધશે. આ ઉપરાંત હાઈ ક્વોલિટી આયુર્વેદિક ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન અપાશે અને ’બાયો ફાર્મા સ્કીમ’ પણ જાહેર કરવામાં આવી છે.
નાણામંત્રી સીતારમણે પોતાના બજેટ ભાષણમાં ખેડૂતો અને એગ્રીકલ્ચર સેક્ટર માટે પણ મોટી જાહેરાત કરી છે. પશુપાલન ક્ષેત્રે રોજગાર વધારવા માટે ક્રેડિટ-લિંક્ડ સબસિડી પ્રોગ્રામ શરૂૂ કરવામાં આવશે. ડેરી, પોલ્ટ્રી અને પશુ વ્યવસાયોનું આધુનિકીકરણ કરવામાં આવશે અને વેલ્યુ ચેનથી ખેડૂત સંગઠનોને પ્રોત્સાહન આપવામાં આવશે. નાળિયેર અને ચંદન જેવી ઉચ્ચ મૂલ્યની ખેતીના સમર્થન માટે કોકોનટ પ્રોત્સાહન યોજના દ્વારા 1 કરોડ ખેડૂતો અને 3 કરોડ લોકોને મદદ કરવામાં આવશે. જ્યારે ’અઈં એગ્રી ટૂલ’ ખેડૂતોની ઉત્પાદકતા વધારવામાં મદદ કરશે અને તેમને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરશે.
બજેટમાં નાણાકીય વર્ષ 2026-27 માટે રક્ષા મંત્રાલય માટે 7.8 લાખ કરોડ રૂૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં સેનાના આધુનિકીકરણ પર સરકારનું ફોક્સ જોવા મળી રહ્યું છે. ડિફેન્સ ફોર્સિસના આધુનિકીકરણ માટે 2.19 લાખ કરોડ રૂૂપિયાનો મૂડી ખર્ચ (capital expenditure) ફાળવવામાં આવ્યો છે, જે ગયા વર્ષે 1.80 લાખ કરોડ હતો. સાથે જ operation sindoorનિી સફળતાના કારણે ડિફેન્સ સેક્ટર માટે મોટી જાહેરાતની અપેક્ષાઓ પહેલી વ્યક્ત કરવામાં આવી રહી હતી.
સરકારે સ્પોર્ટ્સ સેક્ટરનું પણ બજેટમાં ધ્યાન રાખ્યું છે અને આ અંતર્ગત ’ખેલો ઈન્ડિયા મિશન’ને આગામી 10 વર્ષ માટે મજબૂત કરવાની જાહેરાત કરી છે. આ મિશન હેઠળ ટ્રેનિંગ સેન્ટર્સ બનશે અને કોચ તેમજ સપોર્ટ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે, રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ અને લીગનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સ્પોર્ટ્સના સાધનો પર ડ્યુટી ઘટાડીને તેને સસ્તા કરવામાં આવ્યા છે.
ગ્રામીણ મહિલાઓ માટે શી-માર્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. મહિલાઓ દ્વારા સંચાલિત તમામ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે, SHE (SELF-HELP ENTERPRENEUR) માર્ટ શરૂૂ કરવામાં આવશે, જ્યાં મહિલાઓ સરળતાથી તેમના ઉત્પાદનો વેચી શકે છે. આ દરમિયાન નાણામંત્રીએ લખપતિ દીદી યોજનાની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત લગભગ 800 જિલ્લાઓમાં ક્ધયા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે, જેમાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક હોસ્ટેલ બનાવવાનો ટાર્ગેટ છે.
વિદેશમાં તબીબી અને અભ્યાસ પર થનારા ખર્ચને લઈ બજેટમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે TCS ખર્ચ પર વ્યાજ દર 5%થી ઘટાડીને 2% કરી દીધો છે. આનો અર્થ એ છે કે, જો તમે તમારા રૂૂપિયા વિદેશમાં ખર્ચો છો, તો તમારે ઓછું વ્યાજ ચૂકવવું પડશે. જો કે, આ ફક્ત એજ્યુકેશન અને મેડિકલ ખર્ચ માટે જ માન્ય રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો, વિદેશમાં અભ્યાસ અને સારવાર હવે સસ્તી થશે.
શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારો માટે આ બજેટ નિરાશાજનક રહ્યું છે, કારણ કે ફરીથી ટેક્સ વધારવામાં આવ્યો છે. સરકારે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં વધારો કર્યો છે. STTને પહેલા 0.1% રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને વધારીને 0.15% કરી દેવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
બજેટ ભાષણમાં મેનિયુફેક્ચરિંગ સેક્ટર પર ખાસ ફોક્સ કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ (EMS ) સેક્ટર માટે 40,000 કરોડ રૂૂપિયા ખર્ચવાની જાહેરાત કરવામાં આવી છે. ગત વર્ષના બજેટમાં આ રકમ 19,500 કરોડ રૂૂપિયા હતી. PLI જભવયળય માટે ફાળવણી બમણી કરવાના કારણે EMS કંપનીઓના શેરમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે.
