ઉત્તરાયણના દિવસે 20 સ્થળે હથિયાર ઉડ્યા: 23 ઘવાયા

રાજકોટમાં લોકો તહેવારોની ધામધુમ રીતે ઉજવણી કરે છે. પરંતુ લોખ્ખા તત્વો તહેવાર ટાણે જ બેફામ થતા હોય છે. જેના કારણે ક્રાઇમના ગ્રાફમાં ઉછાળો જોવા મળે…

રાજકોટમાં લોકો તહેવારોની ધામધુમ રીતે ઉજવણી કરે છે. પરંતુ લોખ્ખા તત્વો તહેવાર ટાણે જ બેફામ થતા હોય છે. જેના કારણે ક્રાઇમના ગ્રાફમાં ઉછાળો જોવા મળે છે. ત્યારે ગઇકાલે ઉતરાયણના દિવસે જૂદા-જૂદા 20 સ્થળે હથિયાર ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં 23 જેટલા લોકોને ઇજા પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉતરાયણના દિવસે મારામારી અને કાતિલ દોરાના કારણે ઘવાયેલા ઇજાગ્રસ્તોનું સિવિલ હોસ્પિટલમાં ધસારો જોવા મળ્યો હતો. જેને પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ખડેપગે સારવાર આપવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ઉતરાયણના દિવસે જૂદા-જૂદા 20 સ્થળે મારામારી થઇ હતી. જેમાં શાપરમાં શાક માર્કેટ પાસે કવી કુમાર બલીરામ મહંતો (ઉ.વ.20) ઉપર અજાણયા શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. મેટોડા જીઆઇડીસીમાં ગીરજા કનૈયાલાલ શાહ (ઉ.વ.40) અને વીકી ગીરજાભાઇ શાહ (ઉ.વ.19)ને અજાણયા શખ્સોએ પાઇપ વડે માર માર્યો હતો. 80 ફૂટ રોડ પર આવેલા આંબેડકરનગરમાં પ્રકાશ વશંતભાઇ ચાવડા (ઉ.વ.35)ને મહિપાલ અને ગૌતમે ઢીકા પાટુનો માર માર્યો હતો. દુધસાગર રોડ પર શિવાજીનગરમાં રહેતો કલ્પેશ ભરતભાઇ સારવૈયા (ઉ.વ.22) બસ સ્ટેશન પાસે હતો ત્યારે અજાણયા શખ્સોએ માર માર્યો હતો. મોરબી રોડ પર ગણેશ નગરમાં રહેતા સુરેશભાઇ ખોડાભાઇ મકવાણા (ઉ.વ.55)ઉપર રમેશ અને કિરણે પાઇપ વડે હુમલો કર્યો હતો. રામપાર્ક મેઇન રોડ પર રહેતા પાર્થ અશોકભાઇ રાઠોડ (ઉ.વ.25)ને અજાણયા શખ્સોએ પાઇપ વડે માર માર્યો હતો.

ભગવતીપરામાં સુમત કુમાર રામ (ઉ.વ.30) ઉપર રીઝવાન નામના શખ્સે પથ્થર મારો કર્યો હતો. કુબલીયાપરામાં અજંલીબેન અજયભાઇ સોની (ઉ.વ.14)ઉપર ભગુ અને પોપટ સહિતના શખ્સોએ પથ્થર મારો કર્યો હતો. કુબલીયાપરામાં ધર્મેશ પોપટ સોલંકી (ઉ.વ.20) ઉપર અજાણયા શખ્સોએ ધારદાર હથિયા વડે હુમલો કર્યો હતો.

ગંજીવાડામાં સાગર વિહાભાઇ ચૌહાણ (ઉ.વ.30)ઉપર રાહુલ અને રોહિતે સરીયા વડે હુમલો કર્યો હતો. થોરાડામાં રહેતા કિશન દિનેશભાઇ પરમાર (ઉ.વ.32) અને તેના ભાઇ દેવેન્દ્રભાઇ પરમાર (ઉ.વ.28) સોરઠીયા વાડી પ્લોટમાં હતા ત્યારે હંસરાજ સાગઠીયા મનુ સાગઠીયા અને સુનિલ સાગઠીયાએ ધોકા વડે હુમલો કર્યો હતો. શાસ્ત્રી મેદાન પાસે અમીનાબેન ઇમરાનભાઇ શેખ (ઉ.વ.40)ને તેના પતિએ ઢીકા પાટુનો માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે તમામ મારામારી અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *