મેડિકલ માફિયા અને ભેળસેળિયાને છોડશું નહીં : પાનસેરિયા

સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા નવી લેબોટરીના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ મંત્રીની કડક ચેતવણી રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા નજીવા દરે રિપોર્ટ કરતી લેબોરેટરી શરૂૂ કરવામાં આવી છે. લોકાર્પણ…

સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા નવી લેબોટરીના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ મંત્રીની કડક ચેતવણી

રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા નજીવા દરે રિપોર્ટ કરતી લેબોરેટરી શરૂૂ કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ મેડિકલ માફિયા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે આકરું વલણ અપનાવ્યું છે. રાજકોટમાં દર્દીઓની સેવા કાજે હંમેશા અગ્રેસર રહેતા સુપ્રસિદ્ધ સદભાવના ટ્રસ્ટ દ્વારા વધુ એક મોટું લોકકલ્યાણકારી પગલું ભરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા આજથી અત્યાધુનિક લેબોરેટરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લેબોરેટરી શરૂૂ થતાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને મોંઘાદાટ રિપોર્ટ્સ હવે તદ્દન નજીવા દરે ઉપલબ્ધ બનશે, જેની સાથે જ દર્દીઓને લૂંટતા ખાનગી મેડિકલ માફિયા અને લે-ભાગુ તત્વોના નેટવર્ક પર સીધો મોટો પ્રહાર થયો છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ખાનગી હોસ્પિટલોની મનમાની, આડોળાઈ અને જોહુકમી સામે ખુલ્લેઆમ પ્રહારો કર્યા હતા. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે, મેડિકલ ક્ષેત્રે આંગળીના વેઢે ગણાય તેવા કેટલાક બદમાશો દર્દીઓને લૂંટી રહ્યા છે, તેમને અમે સીધા દોર કરી રહ્યા છીએ. ગત વર્ષે પણ ગેરરીતિ આચરતી 6 ખાનગી હોસ્પિટલો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.

ખાદ્ય પદાર્થોમાં ચાલતી મિલાવટ સામે આક્રોશ વ્યક્ત કરતા મંત્રીએ ભેળસેળિયા વેપારીઓને ખુલ્લી ચેતવણી આપી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા આવા તત્વો સામાન્ય ગુનેગાર નથી પરંતુ ‘અસામાજિક તત્વોથી પણ ઉપરનું વર્ઝન’ એટલે કે ખતરનાક માફિયા છે.છેલ્લા 8 દિવસમાં એક પણ દિવસ એવો નથી ગયો કે સરકારે ભેળસેળિયાઓ પર દરોડા પાડી તવાઈ ન બોલાવી હોય. અગાઉ ખુલ્લેઆમ વેચાતા હાનિકારક એનાલોગ પનીરના વેપાર પર સરકારે સપાટો બોલાવ્યો છે.મંત્રીએ નાગરિકોને પણ જાગૃત બનવા હાકલ કરી હતી કે માત્ર થોડા રૂૂપિયા બચાવવા માટે બજારમાંથી અતિશય સસ્તી ડેરી પ્રોડક્ટ્સ ન ખરીદે, કારણ કે તેમાં જીવલેણ કેમિકલ હોવાની પૂરી શક્યતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *