જામનગર શહેર અનેક વિસ્તારોમાં તારીખ પાંચ અને મંગળવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે. મશીનરી શિફ્ટિંગ અને લાઈન લીકેજ બંધ કરવા ની કામગીરી કરવામાં આવનાર હોવા થી એક દિવસ નો પાણી કાપ રાખવામાં આવ્યો છે.
જામનગર માં તા.05/05/2026 અને મંગળવાર ના રોજ સમર્પણ ઈ.એસ.આર.ખાતે જુના સમ્પ ના ડીમોલેશન કામ મા પમ્પીંગ મશીનરીઓ શીફટીંગ કરવાનુ કામ તેમજ ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટ થી સીટી માં પાણી પહોચાડતી 1100 એમ.એમ.ડાયા ની મુખ્ય પાઈપ લાઈન માં ધુંવાવ પાસે લીકેજ રીપેરીંગનુ કામ કરવાનુ હોવાથી, સોલેરીયમ ઝોન હેઠળ આવતા વિસ્તારો ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગ2-1 થી 5, ગોકુલધામ, નહેરૂૂનગર, મચ્છરનગર, શાંતીનગર, શાસ્ત્રીનગર, લાબહાદુર સોસા.,પટેલ કોલોની 1 થી 12 મગલબાગ 1 થી 4, આહીર બોડીંગ પુનાતર હોસ્પીટલ વાળો વિસ્તાર, વાલ્કેશ્વરીનગર, સ્વસ્તીક સોસા., પારસ સોસાયટી, સદગુરૂૂ કોલોની, હિંમતનગર 1 થી 5, જયંત સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસગૃહ રોડ, રામેશ્વરનગર, માતૃઆશીષ, પટેલ કોલોની 1 થી 8 રોડ નં.4, પટેલવાડી વિગેરે વિસ્તારો, નવાગામ ઘેડ ઝોન હેઠળ આવતા ખડખડનગર, વિનાયક પાર્ક, જાશોલીયા સોસાયટી, ગાયત્રી ચોક, સિધ્ધેશ્વર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, દલીતવાસ, માડમફળી, ઈન્દીરા-એ, મધુવન સોસાયટી, ઈન્દીરા-બી,આનંદ સોસાયટી, મીલન સોસાયટી, માતૃઆશીષ-4 અને 5,કબીરનગર જશવંત સોસાયટી, નાઘેરવાસ, સરસ્વતી સોસાયટી, માસ્તર સોસાયટી, તથા વિમલપાર્ક, માટેલ ચોક, માટેલ ચોક, રાજરાજેશ્વરી, ગાયત્રીનગર ગાયત્રીનગર, જલારામ નગર, શિવમ એસ્ટેટ, ગાયત્રીનગર, વિનાયક પાર્ક, કિષ્ના પાર્ક, શકિત પાર્ક, નવજીવન, પટેલ વાડી, નિર્મળનગર, ભોળેશ્વર, રામેશ્વરનગર, સંસ્કાર દિપ,ગાયત્રી શેરી નં.1,2,3, નંદન પાર્ક, બાપુનગર, રાઠોડ ફળી, પરમાર ફળી, ગોપાલ ચોક, 80 કવાર્ટર મઘુરમ રેસીડેન્સી વિસ્તારો બેડી ઝોન હેઠળ આવતા વિસ્તારો થરી-1,2, ઈકબાલ ચોક, શેરે રજા ચોક, પીરોટન ચોક, જામા મસ્જીદ ચાંદની ચોક કરીમ જામનુ નાકુ, દેનાબેંક મીલ વિસ્તાર, જોડીયાવાળો ડેલો, હાઉસીંગ બોર્ડ, પાંચની ચાલી, વૈશાલીનગર-1 થી7, રામમંદિર ચોક, અઢીની ચાલી, ધરારનગ2, પાણાખાણ, જુનુ, એકડે એક બાપુ વિસ્તાર, જોડીયા ભુંગા ગરીબનગર, પાણાખાણ નવી લાઈન, દિવેલીયા ચાલી, જુનુ પાણાખાણ નવુ પાણાખાણ, સલીમ બાપુના મદ્રેશા, વિગેરે તેમજ સમર્પણ ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો કામદાર કોલોની, શક્તિનગર, ખોડીયાર કોલોની, મેહુલનગર, રાજનગર, ફીયોનીકા નિલકમલ, આરામ કોલોની, આશાપુરા સોસાયટી, હિમાલય સોસાયટી, કોળીનો દંગો સોનલનગર, ધરારનગર-2, સરલાબેન ત્રિવેદીભવન આવાસ, ફુલચંદ તંબોલીભવન આવાસ, ગોલ્ડન સીટી, એમ.પી.શાહ ઉદ્યોગનગર, રામનગર વિગેરે વિસ્તારો,ગુલાબનગર ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો ગુલાબનગર વિસ્તાર, વિભાપર આવેલી સોસાયટીઓ, મોહનનગર, સત્યસાંઈ નગર, નારાયણનગ2, ગ્રીનહુડ, સરદાર પાર્ક, હાજી પીર શેરી, હનુમાન મંદિર વાળી શેરી, અંબાજીનો ચોક, પઠાણ ફળી, અવારા ચકલો, મચ્છીપીઠ, ફકીરવાડો, આશાપુરા મંદિર વાળો વિસ્તાર, કુંભારવાડો, પખાલીવાડ, ખાટકીવાડ, કોડીવાળ, ભોયવાડો, વાઘેરવાડો, સુયાની ફાળી, દાવલશાફળી, કેડુ ફળી,ચંપા કુંજ,સવાભાઈની શેરી, નદીપા, પટણીવાડ વિગેરે વિસ્તારો માં પાણી વિતરણ બંધ રહેશે.
પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારક્ષમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, તેમ કાર્યપાલક ઈજનેર (વોટર વર્કસ શાખા -જામનગર મહાનગરપાલિકા)ની યાદી માં જણાવાયું છે.
