ગોંડલના ગુંદાળા રોડ પર વેપારીઓએ બ્લોક ફીટ કરતા સોસાયટીમાં પાણી ભરાયા: મહિલાઓ દ્વારા વિરોધ

ગોંડલ નાં ગુંદાળા ચોકડી થી આગળ આવેલા ગુંદાળારોડ પર આવેલ સોસાયટીનાં પ્રવેશતા રોડ પર બાજુમાં આવેલા કોમ્પ્લેક્ષ નાં વેપારીઓ દ્વારા રોડ પર પેવરબ્લોક ફીટ કરી…

ગોંડલ નાં ગુંદાળા ચોકડી થી આગળ આવેલા ગુંદાળારોડ પર આવેલ સોસાયટીનાં પ્રવેશતા રોડ પર બાજુમાં આવેલા કોમ્પ્લેક્ષ નાં વેપારીઓ દ્વારા રોડ પર પેવરબ્લોક ફીટ કરી દિધા હોય જેને કારણે વરસાદ નાં પાણી અટકાતા અને સોસાયટી માં પાણી ઘુસતા સોસાયટીમાં રહેતી મહીલાઓ વિફરી હતી. અને રોડ પર આવી ગઈ જઈ ચક્કાજામ જેવો વિરોધ પ્રદર્શિત કરતા નગરપાલિકા તંત્ર દોડી જઇ ગેરકાયદેસર નંખાયેલા બ્લોક હટાવતા મહીલાઓ નો રોષ શાંત થયો હતો.પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળારોડ પર આવેલી સિલ્વર સ્ટોમ સોસાયટીનાં નાકા પાસે કોમ્પ્લેક્ષ નાં વેપારીઓ દ્વારા અંદાજે વીસ થી પચ્ચીસ ફુટ પેવરબ્લોક ફીટ કરાવ્યા હોય વરસાદ ને કારણે પાણી ભરાતા સોસાયટીનાં રહીશો પરેશાન થયા હતા.

રહીશો નાં કહેવા મુજબ અનેક રજુઆતો છતા રોડ પર ફીટ કરાયેલા બ્લોક કઢાયા નહોતા. દરમ્યાન પાણી ભરાતા સવારે સોસાયટીની મહીલાઓ રોડ પર ઉતરી આવી હતી.અને વિરોધ વ્યક્ત કર્યો હતો. મહીલાઓ વધુ આકર્મક બને તે પહેલા નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી જેસીબી સાથે દોડી આવી બ્લોક હટાવ્યા હતા. સોસાયટી નાં નાકે આવેલા કોમ્પ્લેક્ષ નાં વેપારીઓ એ રોડ પર પેવરબ્લોક ફીટ કરાવતા સમસ્યા સર્જાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *