મોરબીના સામાકાંઠે પાઇપલાઇનની કામગીરી અંતર્ગત પાણી વિતરણ બંધ

મોરબી મહાનગરપાલિકા વોટર શાખાની યાદીમા જણાવ્યા અનુસાર મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રીજ બનાવવાની કામગીરી ચાલે છે જે બ્રિજની પિલર માં પાણીની…

મોરબી મહાનગરપાલિકા વોટર શાખાની યાદીમા જણાવ્યા અનુસાર મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રીજ બનાવવાની કામગીરી ચાલે છે જે બ્રિજની પિલર માં પાણીની લાઈન નડતરરૂૂપ હોવાથી પાણીની લાઈનનું શિફટીંગ કરવાની જરૂૂરીયાત ઉભી થઇ છે.

જેથી મહાપાલિકા દ્વારા પાણીની લાઈન સીફટીંગ કામગીરી તા. 18 થી 22 સુધી કરવામાં આવશે જેને કારણે 2 દિવસ સામાકાંઠે કેસરબાગ અને નઝરબાગ હેડ વર્કસ અને 3 દિવસ ઉમા શીપ હેડવર્કસથી પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *