ગુજરાતના 998 સહિત દેશભરમાં 24,696 મિલકતો પરના વકફ બોર્ડના દાવા નકારાયા

કેન્દ્ર સરકાર દ્વારા વકફ મિલકતોના સંરક્ષણ અને તેમના જાહેર ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે રજૂ કરાયેલ વકફ સુધારા કાયદાના પરિણામો મળવા લાગ્યા છે. વકફ મિલકતોના ડિજિટાઇઝેશન…

કેન્દ્ર સરકાર દ્વારા વકફ મિલકતોના સંરક્ષણ અને તેમના જાહેર ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે રજૂ કરાયેલ વકફ સુધારા કાયદાના પરિણામો મળવા લાગ્યા છે. વકફ મિલકતોના ડિજિટાઇઝેશન અને ચકાસણીની પ્રક્રિયા વચ્ચે, સરકારે અત્યાર સુધીમાં 24,696 વકફ દાવાઓ ફગાવી દીધા છે, એટલે કે આ દાવાઓમાં સમાવિષ્ટ મિલકતોને હવે વકફ મિલકતો ગણવામાં આવતી નથી. રાજસ્થાનમાં સૌથી વધુ 4,802 દાવાઓ ફગાવી દેવામાં આવ્યા છે. તેલંગાણા 4,458 નકારાયેલા કેસ સાથે બીજા ક્રમે છે. જયારે ગુજરાતમાં 998 દવાઓ ફગાવાયા છે.

સુધારેલા કાયદામાં વકફ મિલકતોની ફરજિયાત નોંધણીને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ, કેન્દ્ર સરકારે જૂનમાં ઉમીદ પોર્ટલ શરૂૂ કર્યું, જેનાથી દેશભરમાં વકફ મિલકતોની ડિજિટલ નોંધણી ફરજિયાત બની ગઈ. દેશમાં કુલ 872,802 વકફ સ્થાવર મિલકતો નોંધાયેલી છે, જેમાંથી અત્યાર સુધીમાં 582,541 મિલકતોની વિગતો પોર્ટલ પર અપલોડ કરવામાં આવી છે. દસ્તાવેજી ખામીઓ અને માલિકીની અસ્પષ્ટતાને કારણે ચકાસણી દરમિયાન હજારો દાવાઓ નકારવામાં આવ્યા છે. આજ સુધીમાં, 239,000 થી વધુ મિલકતોને મંજૂરી અને ચકાસણી કરવામાં આવી છે, જ્યારે 44,126 મિલકતોની મંજૂરી બાકી છે. બાકીની મિલકતોની ચકાસણી ચાલુ છે.

મધ્યપ્રદેશમાં 1178, છત્તીસગઢમાં 155 દાવા ખોટા છે. રાજસ્થાનમાં 31,000 થી વધુ વકફ સ્થાવર મિલકતો છે, જેમાંથી 23,000 મિલકતોનો ડેટા અત્યાર સુધીમાં અપલોડ કરવામાં આવ્યો છે. ઉમીદ પોર્ટલ પર નામંજૂર કરાયેલી વકફ મિલકતો વકફ ટ્રિબ્યુનલ અને રાજ્ય વકફ બોર્ડ દ્વારા ચકાસી શકાય છે. જો માન્ય દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય, તો આવી મિલકતો સરકાર પાસે રહી શકે છે. જો કે, જ્યાં સુધી ટ્રિબ્યુનલ પોતાનો નિર્ણય ન આપે ત્યાં સુધી કોઈને પણ મિલકતમાંથી ખાલી કરી શકાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *