VVS લક્ષ્મણ પણ ટીમ ઇન્ડિયાની સિલેકશન મીટિંગમાં હાજર રહેશે

વીવીએસ લક્ષ્મણ હવે ટીમ ઈન્ડિયાની સિલેક્ટર્સની મીટિંગમાં પસંદગીકારો સાથે બેસશે. આ નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો હતો. બોર્ડ સચિવ દેવજીત સૈકિયાના જણાવ્યા મુજબ વીવીએસ લક્ષ્મણ…

વીવીએસ લક્ષ્મણ હવે ટીમ ઈન્ડિયાની સિલેક્ટર્સની મીટિંગમાં પસંદગીકારો સાથે બેસશે. આ નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો હતો. બોર્ડ સચિવ દેવજીત સૈકિયાના જણાવ્યા મુજબ વીવીએસ લક્ષ્મણ સેન્ટર ઓફ એક્સીલેન્સના હેડ છે. અહી ખેલાડીઓની ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યારે સિલેક્શન મીટિંગમાં લક્ષ્મણની હાજરીમાં સિલેક્ટર્સ અને સેન્ટર ઓફ એક્સીલેન્સ વચ્ચે મિસકોમ્યુનિકેશનને દુર કરવાનું કામ કરશે.

લક્ષ્મણ દેવજીત સૈકિયાએ વધુમાં જણાવ્યું હતું કે લક્ષ્મણ બીસીસીઆઈના ક્રિકેટ હેડ છે અને તેમની પાસે તમામ ખેલાડીઓના ઈજાના અહેવાલોની ઍક્સેસ છે. જેથી સિલેક્ટરોને ખેલાડીઓની ઈજાઓની વાસ્તવિક સ્થિતિ અંગે કોઈ શંકા ન રહે. લક્ષ્મણને સિલેક્શન બેઠકમાં હાજરી આપવાનો નિર્ણય મુંબઈમાં રિવ્યુ મીટિંગ પછી લેવામાં આવ્યો હતો. લક્ષ્મણના સિલેક્શન મીટિંગમાં બેસવાથી ખેલાડીઓની ઈજાને લઈ સિલેક્ટર્સને યોગ્ય અપડેટ મળતું રહેશે. જેના આધાર પર તે યોગ્ય નિર્ણય લઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *