ત્રણેય મુખ્ય પાર્ટીઓના પ્રમુખોને જીતનો ભારોભાર ભરોસો, મતદારોનો મિજાજ અકળ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આવતીકાલે તા. 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાનાર છે. રાજ્યભરમાં લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે હજારો ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થવાનું છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે 11 નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણી પહેલા જ અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીની બેઠકો માટે કડક જંગ જોવા મળશે.
ત્યારે રાજકોટની વાત કરવામાં આવ્યા અને ખાસ મહાનગરપાલિકાની તો અહીં તત્રિપાંખ્યો જંગ જોવા મળશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાનું એડી ચોટીનું જોર લગાડી દીધું છે. ત્યારે બાકી રહેતી કલાકો માં દરેક રાજકીય પક્ષ બુથ લેવલ મીટીંગ લેવાનું શરૂૂ કર્યું છે જેથી કતલની રાત કહેવાતા દિવસે વધુને વધુ બેઠક અંકે કરી શકે. રાજકોટ મહાનગરપાલીકાની ભાજપને આ વખતે 55 થી 60 બેઠકો મળવાનું અનુમાન છે.
અત્યાર સુધી જે રીતે ભાજપ એક ચક્રી શાસન ભોગવતું આવ્યું છે તેમાં ગાબડાં પડતા દેખાઈ રહ્યા છે. જે રિપોર્ટ સૂચવે છે કે મતદારોમાં છૂપો રોષ અને સત્તા વિરોધી લહેર ભાજપના વિજય રથને રોકી શકે છે. જ્યાં ભાજપની પકડ મજબૂત હતી ત્યાં હવે નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે. આ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વિગત આમ આદમી પાર્ટી (અઅઙ)ને લઈને સામે આવી રહી છે. ’આમ આદમી પાર્ટી આ વખતે માત્ર ખાતું જ નહીં ખોલાવે પરંતુ વોર્ડ નં. 4, 8 અને 13માં તેનો જોરદાર ઉદય થવાની શક્યતા છે. આ વોર્ડમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા અને લોકો સાથેનો સંપર્ક ભાજપ માટે માથાનો દુખાવો બની શકે છે અને આઈબીના રિપોર્ટના આધારે જોઈએ તો 6 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જઈ શકે છે.
મળતી માહિતી મુજબ હાલ કોંગ્રેસ ત્રણ વોર્ડમાં અલગ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે. કોંગ્રેસ વોર્ડ નં. 15, 16 અને 17 માં ફાવી જશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ વિસ્તારોમાં જેમાં જંગલેશ્વર સહિતના વિસ્તારો જે પરંપરાગત મતો ઉપરાંત ભાજપ પ્રત્યેની નારાજગીનો સીધો લાભ કોંગ્રેસને મળતો દેખાઈ રહ્યો છે. ઉપરાંત ચોંકાવનારો રિપોર્ટ વોર્ડ નં. 6 માં મળી રહ્યો છે. જેમાં ભાજપની પેનલ તૂટી રહી હોવાનું દર્શાવાયું છે. આ પાછળનું મુખ્ય કારણ ક્રોસ વોટિંગ માનવામાં આવે છે. જો પક્ષના અસંતુષ્ટ કાર્યકરો કે મતદારો ક્રોસ વોટિંગ કરે તો ભાજપના વધુ ’કાંગરા ખરશે’ તે નક્કી છે. તેમજ ભાજપની અંદર ચાલી રહેલી આંતરિક લડાઈ અને જૂથવાદ પણ પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે. ટિકિટ ફાળવણીથી લઈને સ્થાનિક નેતાગીરી પ્રત્યેના અસંતોષનો સીધો ફાયદો વિરોધ પક્ષોને ’આંશિક તક’ તરીકે મળી શકે તેવો ધગધગતો રિપોર્ટ આઈબી દ્વારા આપવામાં આવતા ભાજપના સંગઠનમાં દોડધામ મચી જવા પામી છે.
બીજી મહત્વની વાત એ છે કે આ વખતે કોંગ્રેસ રાજકોટમાં જે રીતે પ્રચાર પ્રસાર કર્યો અને જે ચૂંટણી અંગેની તૈયારીઓ કરી તે અકલ્પનીય છે કારણકે કોંગ્રેસમાં એવો એક પણ કિસ્સો જૂથવાદનો સામે આવ્યો નથી જ્યારે ભાજપમાં દરેક દિવસ કોઈકને કોક પ્રશ્નો ઊભા થતા હતા. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી 3 થી 4 વોર્ડમાં મજબૂત જોવા મળી રહી છે. હાલ રાજકોટના લોકો પણ આ વખતે બદલાવ ના મૂડમાં હોય તેવું રાજકીય વર્તુળો કહી રહ્યા છે.
ચાર બેઠકથી સત્તાસ્થાન સુધી પહોંચવાનું કોંગ્રેસનું લક્ષ્ય : ડો. રાજદીપસિંહ જાડેજા
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ગુજરાત મિરર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લોકો ભાજપની તાનાશાહીથી કંટાળી ચૂક્યા છે અને તેઓ સત્તા વિરુદ્ધ મતદાન પણ કરશે કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમોમાં લોકોએ જે વેદના ઠાલવી છે તેને માત્ર કોંગ્રેસ જ શાંત પાડી શકે તેમ છે કારણ કે ભાજપના સત્તા કાળમાં પાણી સહિતની જે પાયાની સુવિધાઓ છે જે મળવા પાત્ર હોય તેમ યોગ્ય રીતે મળી નથી એટલું જ નહીં માત્ર ચૂંટણી સમયે જ નગરસેવકો વોર્ડમાં આવતા હોવાની પણ વ્યાપક ફરિયાદો થઈ રહી છે જેનો જવાબ મતદારો આવતીકાલે આપશે. તૈયારીઓના ભાગરૂૂપે હાથ બુથ લેવલ મીટીંગનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે અને દરેક ઉમેદવારો સાથે પણ સીધો જ સંપર્ક સાંધવામાં આવી રહ્યો છે જેથી વધુને વધુ મતદારો સુધી પહોંચી શકાય. બેઠક અંગે કરવા ની વાતમાં તેઓએ જણાવ્યું હતું કે ગત 2021 માં કોંગ્રેસ માત્ર ચાર સીટ મેળવી હતી ત્યારે આ વખતે ચાર સીટ થી સત્તા સ્થાન સુધી પહોંચવા માટેની મહેનત કોંગ્રેસે કરી છે અને તે પરિણામ પણ હકારાત્મક જ આવશે. ગરમીની આગાહી વચ્ચે લોકશાહીના પર્વમાં મતદારો ઐતિહાસિક મતદાન કરશે તેઓ ભરોસો પણ વ્યક્ત કર્યો હતો.
ભાજપ 72 બેઠક જીતવા ચૂંટણી જંગમાં : માધવ દવે
શહેર ભાજપ પ્રમુખ માધવ દવે ગુજરાત મિરર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આવતીકાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને કાર્યકર્તાઓ પર ભરોસો છે . વધુમાં તેઓ જણાવ્યું હતું કે મતદારો વડાપ્રધાન મોદીની વિકાસયાત્રા અને ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા પર ભરોસો મૂકી રહી છે અને તેને ધ્યાને લઈને જ ભાજપ તરફી મતદાન થશે અને પક્ષ તમામ 72 બેઠક અંકે કરશે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે હાલ આંતરિક વિખવાદ અને જૂથવાદની જે વાત થઈ રહી છે તે પાયલ વિહોણી છે કારણ કે ચૂંટણી સમયે જો કોઈ કાર્યકર્તાઓ અથવા તો આગેવાનોમાં વિરોધ પણ હોય પરંતુ તેઓ તે સમયે બધું ભૂલી પોતાની કાર્યક્ષમતા પ્રમાણે કામગીરી કરવા લાગે છે અને પક્ષને જીતાડવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરે છે. ગરમીનો માહોલ હોવા છતાં પણ મતદારો કમળને ખીલવું છે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. અંતમાં તેઓએ કહ્યું કે ભાજપ હર હંમેશ ચૂંટણીના મૂડમાં જ હોય છે અને તમામ તૈયારીઓ સમયસર કરી લેવામાં આવે છે ત્યારે આ વખતે ગરમીનો માહોલ હોવાના પગલે ભાજપ એ પણ દરેક મતદાન બુથ ઉપર પાણીની વ્યવસ્થા ઊભી કરી છે.
આમ આદમી પાર્ટી ભાજપને આપશે સીધી ટક્કર, કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી : દિનેશ જોષી
રાજકોટ આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશ જોષીએ ભરોસો અને આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપ માટે જો કોઈ સીધી જ ટક્કર હોય તો તે આમ આદમી પાર્ટી છે તેવું ભાજપના આગેવાનો પણ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રચાર પ્રસાર દરમિયાન લોકો કોંગ્રેસને નહીં પરંતુ આમ આદમી પાર્ટી પર વધુ ભરોસો રાખી રહી છે કારણ કે ભાજપના રાજમાં એક પણ એવા કામ પૂર્ણ થયા નથી. એટલું જ નહીં સ્થાનિક પ્રશ્નો નિવારવામાં પણ ભાજપ નિષ્ફળ પુરવાર થઈ છે. ત્યારે દિનેશ જોષી એ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 72 બેઠકો અંકે કરશે.
