આજની દોડધામભરી જીવનશૈલીમાં લોકો ભલે પૂરતું ખોરાક લેતા હોય, તેમ છતાં શરીરમાં ઊર્જા ન અનુભવાય, થાક છવાયેલો રહે, માથું ભારે રહે, મન પર બોજ અનુભવાય, ઊંઘ પૂરી હોવા છતાં તાજગી ન અનુભવાય આવી પરિસ્થિતિઓ હવે સામાન્ય બની ગઈ છે. અનેક વખત લોકો લાંબા સમય સુધી આ લક્ષણોને અવગણે છે, જ્યારે તેની પાછળનું ખરું કારણ બહુજ ગંભીર હોઈ શકે છે. તબીબી નિષ્ણાતો અનુસાર છેલ્લા કેટલાંક વર્ષોમાં જે વિટામિન ઊણપના કેસ સૌથી વધુ નોંધાયા છે, તેમાં Vitamin B12 સૌથી અગત્યનું નામ છે.
શરીર માટે કેટલું જરૂરી Vitamin B12?
Vitamin B Complex શરીરના નર્વસ સિસ્ટમથી લઈને રક્તકણો તૈયાર કરવાની પ્રક્રિયા, પાચનક્રિયા, હોર્મોન સંતુલન અને મગજના કાર્ય સુધી લગભગ દરેક કાર્યમાં યોગદાન આપે છે. ખાસ કરીને Vitamin B12,
લોહીના રક્તકણો બનાવવામાં મદદરૂૂપ
આયર્ન શોષણમાં સહાયક
નર્વ સેલ્સને સુરક્ષિત રાખનાર
મગજની કાર્યક્ષમતા વધારનાર
શરીરમાં ઊર્જા જાળવનાર
મહત્વપૂર્ણ તત્ત્વ છે. તેની ઊણપ થતાં શરીરના ઘણા તંત્રોમાં સીધી અસર થવા લાગે છે.
કયા લક્ષણો બતાવે છે Vitamin B12ની ઊણપ?
વિષ્ણાતો મુજબ Vitamin B12 ઓછું થવાનું સૌથી સામાન્ય લક્ષણ છે સતત થાક અને નબળાઈ. સાથે સાથે નીચે મુજબના લક્ષણો પણ જોવા મળે છે:
હાથપગમાં ઝણઝણાટી અથવા સુનકાર
માથે ભાર અથવા ચક્કર આવવું
મોંમાં વારંવાર છાલા
હોઠની આસપાસ ફાટા
ચામડી શુષ્ક થવી
હિમોગ્લોબિનમાં ઘટાડો
પગના સ્નાયુઓમાં ખેંચાણ
યાદશક્તિમાં ઘટાડો અને ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા
આ લક્ષણો લાંબા સમય સુધી રહેવા લાગે તો તેને અવગણવું જોખમી સાબિત થઈ શકે છે.
શું ખરેખર શાકાહારીઓમાં જોખમ વધારે છે?
આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. Vitamin B12નું મુખ્ય સ્ત્રોત પ્રાણીજન્ય આહાર છે. એટલે કે દૂધ,દહીં,ચીઝ,ઈંડા,માછલી,ચિકન , માંસ.
આથી શુદ્ધ શાકાહારી તેમજ વિગન આહાર લેતા લોકોમાં Vitamin B12ની ઊણપ થવાની શક્યતા વધારે રહે છે.
સાથે સાથે,
“પાચન તંત્રની બીમારી
“આંતરડામાં ઈન્ફેક્શન
“વારંવાર એન્ટિએસિડ લેવો
“આલ્કોહોલનું સેવન
“ગર્ભાવસ્થા
જેવા કારણો પણ Vitamin B12 ઘટાડે છે.
વિટામિન ઇ12નો અભાવ: અવગણો નહીં, પરિણામ ગંભીર થઈ શકે
સમયસર સારવાર ન મળે તો Vitamin B12ની ઊણપ એનીમિયા, હૃદયની તકલીફો, બ્લડ સર્ક્યુલેશનમાં વિક્ષેપ, મગજની કાર્યક્ષમતા ઘટી જવી, ડિપ્રેશન તેમજ ડિમેન્શિયા જેવી ગંભીર માનસિક બીમારીનું કારણ બની શકે છે. લાંબા સમય સુધી ચાલતી ઊણપ નર્વ ડેમેજ પણ કરી શકે છે, જે ઘણીવાર સંપૂર્ણપણે સુધરે જ એવું જરૂૂરી નથી.
આ કારણે તબીબો સલાહ આપે છે કે શરીરમાં ઊર્જા સંબંધિત સમસ્યા ચાલુ રહે, નબળાઈ દૂર ન થાય અથવા યાદશક્તિ ઘટવા લાગે તો માત્ર વિટામિન ગોળી લેવાની જગ્યાએ બ્લડ ટેસ્ટ કરાવવી જરૂૂરી છે.
કેટલું લેવું જરૂૂરી?
સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિ માટે Vitamin B12નું દૈનિક પ્રમાણ આશરે 2 થી 10 માઇક્રોગ્રામ છે. પરંતુ વ્યક્તિની તબિયત, ઉંમર અને પૂરતી ઊણપને આધારે તબીબ યોગ્ય ડોઝ નક્કી કરે છે.
ખોરાકમાં વધારો અને સપ્લિમેન્ટની જરૂૂર?
દૂધ, દહીં, ચીઝ, બટરમિલ્ક, લીલા પાંદડા વાળા શાકભાજી (અન્ય ઇ વિટામિન માટે) નો નિયમિત સમાવેશ ફાયદાકારક છે.
શુદ્ધ શાકાહારીઓ માટે ઘણી વખત માત્ર આહાર પૂરતો રહેતો નથી, એવામાં તબીબની સલાહથી:
Vitamin B12 ટેબ્લેટ જરૂૂરી હોય તો ઇન્જેક્શન લેવાનાં રહે છે.
સ્વયં દવા શરૂૂ કરવી યોગ્ય નથી. તબીબની સલાહ અત્યંત જરૂૂરી છે.
સચેત રહો આરોગ્ય જ સાચી સંપત્તિ
Vitamin B12 માત્ર વિટામિન નથી, પરંતુ શરીરની ઊર્જા, માનસિક સંતુલન અને સ્વસ્થ જીવન માટે આવશ્યક તત્વ છે. ખાસ કરીને શાકાહારી અને વિગન આહાર અપનાવનારાઓએ પોતાનો હેલ્થ ચેકઅપ નિયમિત કરાવવો જોઈએ. સમયસર દેખરેખ, યોગ્ય આહાર અને ડોક્ટરની સલાહથી લેવામાં આવેલા ઉપચાર દ્વારા ગંભીર પરિસ્થિતિઓથી બચી શકાય છે.
