વિશાલ જયસ્વાલ, વિરાટ-પંતને આઉટ કરનાર ગુજરાતી સ્પિનર

24મી ડિસેમ્બરે જયપુરમાં વન-ડેનો વર્લ્ડ નંબર-વન બેટ્સમેન અને મુંબઈનો ઓપનર રોહિત શર્મા સિક્કિમ સામેની મેચમાં 155 રન કરવા બદલ મેન ઑફ ધ મેચનો એવોર્ડ જીત્યો…

24મી ડિસેમ્બરે જયપુરમાં વન-ડેનો વર્લ્ડ નંબર-વન બેટ્સમેન અને મુંબઈનો ઓપનર રોહિત શર્મા સિક્કિમ સામેની મેચમાં 155 રન કરવા બદલ મેન ઑફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો, પણ શુક્રવારે ગોલ્ડન ડક સાથે (પોતાના પહેલા જ બોલમાં) આઉટ થઈ ગયો એટલે તેની વિકેટ લેનાર ઉત્તરાખંડનો પચીસ વર્ષીય બોલર દેવેન્દ્રસિંહ બોરા ટોક ઑફ ધ ટાઉન થઈ ગયો છે.

એવી જ રીતે, બેંગલૂરુમાં ગુજરાતની ટીમના 27 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર વિશાલ જયસ્વાલ ચર્ચા થવા લાગી છે, કારણકે શુક્રવારે બેંગલૂરુમાં તેણે જબરદસ્ત ફોર્મમાં રમી રહેલા દિલ્હીના વર્લ્ડ નંબર-ટૂ વન-ડે બેટ્સમેન વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. માત્ર વિરાટ નહીં, વિશાલે પછીથી દિલ્હીના કેપ્ટન રિષભ પંતને પણ આઉટ કરી દીધો હતો.રોહિતના ગોલ્ડન ડક માટે જવાબદાર પેસ બોલર દેવેન્દ્ર બોરા ઉત્તરાખંડનો છે. તેણે શુક્રવારે જયપુરમાં રોહિત ઉપરાંત સિદ્ધેશ લાડ (21 રન) અને શમ્સ મુલાની (48 રન)ની પણ વિકેટ લીધી હતી.

બોરા આ મેચ પહેલાં ફક્ત બે લિસ્ટ-એ વન-ડે મેચ રમ્યો હતો. તેણે ઉત્તરાખંડ વતી 15 ફર્સ્ટ-ક્લાસ સ્તરની મેચમાં કુલ 30 વિકેટ લીધી છે. બે મહિના પહેલાં તેણે રણજી ટ્રોફીમાં બેંગાલ સામેની મેચમાં 79 રનમાં છ વિકેટ લીધી હતી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં એ તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે.બેંગલૂરુમાં શુક્રવારે વિરાટ કોહલીએ વધુ એક ધમાકેદાર ઇનિંગ્સમાં 77 રન કર્યા હતા. બુધવારે આ જ મેદાન પર દિલ્હી વતી મેચ-વિનિંગ 131 રન કરનાર વિરાટે શુક્રવારે ગુજરાત સામેની મેચમાં 77 રન કર્યા હતા. તેણે પહેલાં 53માંથી 50 રન ચોક્કા-છગ્ગામાં બનાવ્યા હતા. તેણે 29 બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને 77મા રન પર વિકેટ ગુમાવી દીધી હતી. તે ગુજરાતના 27 વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર વિશાલ જયસ્વાલનો ટર્ન સમજી નહોતો શક્યો અને રાજ્યની ટીમના જાણીતા વિકેટકીપર ઉર્વિલ પટેલના હાથે સ્ટમ્પ-આઉટ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *