અહિંસા માટે હિંસા….નથુરામ ગોડસેના નાટકમાં કોંગ્રેસનું ત્રાટક

રાજકોટમાં ગત શનિવારે યોજાયેલ ‘હું નથુરામ ગોડસે’ નાટકનો શો ચાલુ થાય તે પહેલા કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ કાર્યકરો ત્રાટકયા હતાં અને હેમુગઢવી ઓડિટોરિયમમાં આક્રોશભેર તોડફોડ કરી…

રાજકોટમાં ગત શનિવારે યોજાયેલ ‘હું નથુરામ ગોડસે’ નાટકનો શો ચાલુ થાય તે પહેલા કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ કાર્યકરો ત્રાટકયા હતાં અને હેમુગઢવી ઓડિટોરિયમમાં આક્રોશભેર તોડફોડ કરી ધબાધબી બોલાવતા આયોજકો પણ ગભરાઈ ગયા હતાં. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કે મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને આ નાટકમાં હીરો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે કયારેય ચલાવી લેવાશે નહીં અને રાજકોટમાં આવા નાટકના શો યોજવા દેવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *