આજીડેમ ચોકડીએ ઉઘરાણા કરતા ટ્રાફિક વોર્ડનનો વીડિયો વાયરલ

રાજકોટમાં ટ્રાફિકનું નિયમન કરવા માટે ટીઆરબી જવાનોને રાખવામાં આવ્યા છે. જોકે આ ટ્રાફિક વોર્ડનોને ટ્રાફિક નિયમન કરવા કરતા સાઈડ ઈન્કમ કરવામાં વધારે રસ હોય તેમ…

રાજકોટમાં ટ્રાફિકનું નિયમન કરવા માટે ટીઆરબી જવાનોને રાખવામાં આવ્યા છે. જોકે આ ટ્રાફિક વોર્ડનોને ટ્રાફિક નિયમન કરવા કરતા સાઈડ ઈન્કમ કરવામાં વધારે રસ હોય તેમ જણાઈ રહ્યું છે. આવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે રોજકોટ પોલીસ શંકાના દાયરામાં આવી છે. રાજકોટ શહેરમાં આવેલી આજીડેમ ચોકડી પાસે ટ્રાફિક વોર્ડનનો એક એવો વીડિયો સામે આવ્યો છે. જેને લઇને તપાસના આદેશ આપ્યા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી પર ટ્રાફિક ક્લિયર કરવાની જગ્યાએ ટ્રાફિક વોર્ડનને વસૂલી કરવામાં વધુ રસ હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વાહનચાલકોને ખોટી રીતે હેરાન કરવા અને પછી સાઈડમાં લઈ જઈને ઉઘરાણા કરવા – આ હવે અહીંનો રોજનો નિત્યક્રમ બની ગયો હોય તેમ જણાઈ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે આ કોઈ પહેલી ઘટના નથી! અગાઉ પણ આજુબાજુના 15 જેટલા ગામોના લોકોએ ત્રાસીને પોલીસ કમિશનર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી હતી. તેમ છતાં, પોલીસ તંત્રના પેટનું પાણી હલતું નથી. હવે સવાલ એ થાય છે કે, શું આ ઉઘરાણામાં ઉપર સુધી ભાગ પહોંચે છે? કે પછી વોર્ડનોને કોઈનો ડર જ નથી? આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *