કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરા ચૂંટણી નહીં લડે, સંગઠનમાં સક્રિય થશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મોરબી જિલ્લાના રાજકારણમાંમોટા સમાચાર સામે આવ્યા છે. મોરબી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આગામી ચૂંટણી ન લડવાની જાહેરાત…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મોરબી જિલ્લાના રાજકારણમાંમોટા સમાચાર સામે આવ્યા છે. મોરબી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આગામી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત એક સમારંભ દરમિયાન તેમણે જાહેરમાં આ નિર્ણય વ્યક્ત કર્યો હતો, જેનાથી છેલ્લા કેટલાક સમયથી તેમની દાવેદારી અને ઉમેદવારીને લઈને વહેતી થયેલી તમામ અટકળો અને ચર્ચાઓ પર આખરે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.

સભાને સંબોધતા લલિત કગથરાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતે ચૂંટણી મેદાનમાં ઉમેદવાર તરીકે નહીં ઉતરે પરંતુ પક્ષ અને સંગઠન મજબૂત કરવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે.તેમણે કાર્યકર્તાઓ સામે દાવો કર્યો હતો કે કોંગ્રેસ હાઇકમાન્ડ મોરબી બેઠક પરથી જે પણ વ્યક્તિને ટિકિટ ફાળવશે તેની જીત સુનિશ્ચિત કરવા માટે તેઓ પોતે પોતાની સંપૂર્ણ તાકાતથી પ્રચાર મેદાનમાં ઉતરશે અને ઉમેદવારને વિજયી બનાવશે.લલિત કગથરા મોરબી વિસ્તારમાં પ્રજાકીય પ્રશ્નો મુદ્દે સતત સક્રિય રહ્યા છે ત્યારે તેમના આ નિર્ણયથી સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આશ્ચર્ય ફેલાયું છે તો બીજી તરફ સંગઠન માટે કામ કરવાના તેમના વલણથી પક્ષમાં એકતાનો સકારાત્મક સંદેશ પણ ગયો છે.

કોંગ્રેસના લલિત કગથરા વારંવાર સરકાર સામે અવાજ ઉઠાવતા રહે છે. પાટીદાર સમાજના હોવાથી તેઓ ખેડૂતો અને પાટીદારોમાં લોકપ્રિય નેતા છે. તેઓ ટંકારા બેઠક પરથી 2017માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જીત્યા હતાં. 2012,2014 અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ ભાજપ સામે હારી ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *