‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ રંગોળી સ્પર્ધાની કૃતિઓ કાલે પ્રદર્શિત થશે

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદથી આજ સુધીના 25 વર્ષના કાર્યકાળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓ પ્રત્યેના સેવા, સુશાસન અને સમર્પણના મંત્રને ચરિતાર્થ કર્યો છે.…

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદથી આજ સુધીના 25 વર્ષના કાર્યકાળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓ પ્રત્યેના સેવા, સુશાસન અને સમર્પણના મંત્રને ચરિતાર્થ કર્યો છે. આગામી 7મી ઓક્ટોબરે સેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષની અભૂતપૂર્વ સફર પૂર્ણ થઇ રહી છે.

આ અવસરના અનુસંધાને યોજવામાં આવી રહેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત રાજકોટમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કૃતિ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે. સામે, આકાશવાણી ચોક પાસે, રાજકોટ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. બે કેટેગરીમાં યોજાયેલી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં વ્યક્તિગત કેટેગરીમાં 104 અને ગ્રુપ કેટેગરીમાં 11 સ્પર્ધક એન્ટ્રી નોંધાયેલ છે. આ સ્પર્ધાની ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, માત્ર કુદરતી સામગ્રીઓ જેવી કે, ફૂલ, માટી, રેતી, અનાજ, કઠોળ, બીજ, પાંદડા અને પ્રાકૃતિક રંગોની મદદથી તમામ રંગોળી બનાવવામાં આવી રહી છે.

આ તમામ કૃતિઓ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે. સામે, આકાશવાણી ચોક પાસે, રાજકોટ ખાતે કાલે તા.06ના રોજ બપોરે 04:00 વાગ્યાથી રાત્રીના 09:00 વાગ્યા સુધી જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવશે.

રંગોળી સ્પર્ધા માટે ચાર થીમ નક્કી કરવામાં આવી હતી. જેમાં (1) જનકલ્યાણકારી યોજનાઓને દર્શાવતી કૃતિઓ, (2) પ્રધાનમંત્રીના 25 વર્ષમાં થયેલા કાર્યોને દર્શાવતી કૃતિઓ, (3) રાષ્ટ્રીય પ્રતીકો દર્શાવતી કૃતિઓ અને (4) વિકસિત ભારત 2047નું વિઝન દર્શાવતી કૃતિઓનો સમાવેશ થાય છે. વ્યક્તિગત રંગોળી સ્પર્ધામાં કૃતિની સાઈઝ 1.5 ડ 1.5 ફૂટ અને ગ્રુપ રંગોળી સ્પર્ધામાં કૃતિની સાઈઝ 4 ડ 4 ફૂટની રાખવામાં આવેલ છે. નિર્ણાયકો દ્વારા રંગોળી સ્પર્ધાની કૃતિઓના મૂલ્યાંકન માટે સર્જનાત્મકતા, ડિઝાઈન, સ્વચ્છતા અને થીમની રજુઆતો તથા ટીમ વર્કના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવશે. વિશેષમાં ઉપરોક્ત રંગોળી સ્પર્ધાઓની કૃતિઓ પૈકી પસંદ કરવામાં આવનાર કૃતિઓ તા.07 ઓક્ટોબરના રોજ યોજાનાર સેવા જ્યોતિ યાત્રામાં પણ પ્રદર્શિત કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે અને સ્પર્ધાના નોડલ દેવાંગભાઈ માંકડના માર્ગદર્શનમાં આ રંગોળી સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *