કચ્છમાં એસપી કચેરીમાં આગેવાનને માર મારવાના કેસમાં કુલદીપ શર્માના કેસમાં આજે ચુકાદો

વર્ષ 1984માં નલિયા ખાતે નોંધાયેલા ગુનામાં હેરાનગતિ ન કરવા માટે એસપી કચેરીએ મળવા માટે આવેલા કોંગ્રેસના રાજકીય આગેવાનને કચેરીમાં જ અપમાનિત કરી માર મારવા બાબતે…

વર્ષ 1984માં નલિયા ખાતે નોંધાયેલા ગુનામાં હેરાનગતિ ન કરવા માટે એસપી કચેરીએ મળવા માટે આવેલા કોંગ્રેસના રાજકીય આગેવાનને કચેરીમાં જ અપમાનિત કરી માર મારવા બાબતે નોંધાયેલા ગુનામાં 41 વર્ષ બાદ કચ્છના તત્કાલિન એસપી કુલદીપ શર્મા સામેની સુનાવણી પુરી થતા આજે જજમેન્ટ આપવામાં આવશે.

આ કેસની હકીકત મુજબ એવી છે કે, અબડાસાના મંધરા અબદુલ્લા હાજી ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા શેઠ નલીયામાં નોંધાયેલા કેસ મામલે તત્કાલિન ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા, શંકર ગોંવિંદજી જોષી સહિતના આગેવાનો સાથે એસપી કચેરીએ મળવા માટે આવ્યા હતા.

એ દરમિયાન જે તે વખતના એસપી કુલદિપ શર્માએ તેમનું અપમાન કરી અપ-શબ્દ બોલી અને સાથી અધિકારીઓને બોલાવી માર મારેલનો આક્ષેપ કરાયો હતો અને આ બાબતે જે તે વખતે ઈભલા શેઠને ઇજા પહોંચી હોઈ તેમની સાથે ડેલીગેશનમાં આવેલા શંકર ગોવિંદજી જોષીએ કચ્છના એડવોકેટ એમ.બી.સરદારને રોકી ભુજની ચીફ જયુડિશિયલ કોર્ટમાં એસપી સહીત ચાર આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી.
જે બાદ વર્ષ 2020માં ફરિયાદીના વકીલ એમ.બી.સરદારનું અવશાન થતા આ કેસમાં ફરિયાદીના મુખ્ય એડવોકેટ તરીકે આર.એસ.ગઢવી રહ્યા હતા.અગાઉ આ કેસમાં ચાર આરોપી હતા જેમાંથી બી.એન.ચૌહાણ તથા પી.એસ.બીશનોઇ ચાલુ પ્રોસિડિંગ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જયારે અન્ય બે આરોપી કુલદિપ શર્મા તથા ગીરીસ વસાવડા સામે આ કેસ એડિશનલ ચીફ કોર્ટમાં ચાર્જ ફેમ કરેલ. આરોપીના સ્ટેટમેન્ટ બાદ ગત 28 જાન્યુઆરીના રોજ આખરી સુનવણી પુરી થઈ છે. અને કેસ 41 વર્ષ બાદ આજે 10 ફ્રેબ્રુઆરીના જજમેન્ટ પર આવ્યો છે. આ કેસમાં ઇભલા શેઠના પક્ષ તથા મુળ ફરિયાદી વતી આર.એસ.ગઢવીએ દલીલો કરી હતી.

આરોપી કુલદિપ શર્મા તથા અન્ય આરોપીઓ માટે જે વખતે સરકારી વકીલ બચાવ કરતા એડવોકેટ એમ.બી.સરદારે એવી દલીલ કરેલ કે સરકારી વકીલનો કામ ફરિયાદ પક્ષનો કેશ પુરવાર કરવાનો છે નહિ કે આરોપીનો બચાવ કરવાનો. પછી આરોપી ભલેને જિલ્લાના પોલીસ વડા હોય જયારે તે આરોપી તરીકે આવે છે ત્યારે તે એક આરોપી જ છે અને દરેક આરોપીની જેમ તેણે પોતાનો બચાવ જાતે અથવા પોતાના એડવોકેટ મારફતે કરવો જોઈએ. જેમાં કોર્ટ સહમત થયેલ અને કુલદિપ શર્મા સહિત અન્ય આરોપીઓ એ પ્રાઈવેટ વકીલ રાખી પોતાનો બચાવ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *