પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
વેરાવળ શહેરમાં એક સગીરાનું અપહરણ કરી તેના પર શારીરિક શોષણ કરવાના આરોપસર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ ઘટના તા.23 એપ્રિલ 2026 ના રાત્રી ના બની હતી. આરોપી મુખ્તાર મુસ્તાક કુરેશીએ સગીરાને તેના ઘરેથી અપહરણ કરી તેની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ છે. સગીરાના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા, વેરાવળ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી મુખ્તાર મુસ્તાક કુરેશી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ 137(2), 75(1), 351(3) તથા પોક્સો એક્ટ ની કલમ 8, 11(4) અને 12 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુખ્તાર મુસ્તાક કુરેશી સગીરાનો સતત પીછો કરતો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
