કોડીનાર તાલુકાના વેલણ ,માઢવાડ બંદર વિસ્તારના દરિયાકાંઠે આવનાર સ્પેસ લોન્ચિંગ સેન્ટર માટે જરૂૂરી જમીન મેળવવા માટે ગતિવિધિ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂૂપે કોડીનાર મામલતદાર દ્વારા વેલણ ગ્રામ પંચાયતને એક પત્ર પાઠવીને ભારત સ્પેસ વિહિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વેલણ ગ્રામ પંચાયતની સર્વે નંબર 384/ પૈકી12 વાળી 194 હેક્ટર ગૌચરની જમીન મેળવવા માટે ગ્રામ પંચાયતની સંમતિ ઠરાવ, ના વાંધા પ્રમાણપત્ર આપવા ગ્રામ પંચાયતને પત્ર લખીને જણાવ્યું છે.
આ બાબતે વેલણ ગ્રામ પંચાયતના સરપંચ રમીલાબેન સોલંકી દ્વારા કોડીનાર મામલતદાર એક પત્ર પાઠવીને આ પ્રોજેક્ટ ટેકનોલોજી અને વિકાસની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું છે ,પરંતુ આ પ્રોજેક્ટ થી ગ્રામ પંચાયતના રહેવાસી, ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના જાહેર હિત અને પર્યાવરણની સલામતીની પૂર્તિ માહિતી સ્થાનિકોને આપવામાં આવ્યા બાદ જ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવનો નિર્ણય કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. વધુમાં સરપંચ દ્વારા જણાવાયું છે કે સ્પેસ લોન્ચિંગ માટે કુલ કેટલી જમીનની જરૂૂરિયાત રહેશે બીજી જમીનો માટે સંપાદનની, ખરીદીની કે અન્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમજ પ્રોજેક્ટની સંપૂર્ણ ડી.પી.આર રિપોર્ટથી માહિતગાર કરવા જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટ થી ગામના વિકાસ માટે કંપની દ્વારા કરવામાં આવનાર સીએસઆર એક્ટિવિટી તેમજ સ્થાનિક રોજગારી ઉપરાંત પ્રોજેક્ટ ના કારણે અકસ્માત પરિસ્થિતિ ઉભી થાય તો ગ્રામજનોની સલામતીની વિગતો થી ગ્રામજનોને માહિતગાર કરવા અને ત્યારબાદ ગ્રામ સભા માં સરવાનું મતે આ અભિપ્રાય ઠરાવ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
