ભાવનગર જિલ્લાના તળાજા નજીક થી પસાર થતી શેત્રુંજી નદીને ખનન માફિયાઓ વર્ષોથી ખોદી રહ્યા છે.ક્યાંક નદી ના તટ ના બદલે વિશાલ ખાડાઓ અને તેમાં બાવળ સહીત ની વનસ્પતિ ઊગી નીકળી છે.ખાણ ખનીજ વિભાગે આજે આ મામલે દાતરડ નજીક થી પસાર થતી નદી માંથી ખનન કર્તા એક લોડર અને ટ્રેકટર નો કબ્જો લઈ તળાજા પોલીસ મથકે સોંપેલ.જોકે હજુ દંડ ની રકમ નક્કી થઈ નથી.
ભૂસ્તર શાસ્ત્રી બી.એમ.જોલોનધરા પાસે થી મળતી વિગત મુજબ તળાજા તાલુકાના દાત્રડ ગામ ખાતે આવેલ શેત્રુંજી નદીપટ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનીજ ખોદકામની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે ભૂસ્તરશાસ્ત્રી કચેરી, ભાવનગરની તપાસ ટીમ દ્વારા દાત્રડ ગામ ખાતે આવેલ શેત્રુંજી નદીપટ્ટમાં ડ્રોન સર્વેલન્સ નો ઉપયોગ કરી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન રેતી ખનીજ ખોદકામ કરતા એક જે સી બી મશીન, એક લોડર અને એક ટ્રેક્ટર જોવા મળેલ. જે પૈકી બંને વાહનો લોડર અને ટ્રેકટર ના માલિક સંજયભાઈ ડાંગર તથા કિશોરભાઈ ઘુઘાભાઈ આલ હોવાનું ધ્યાને આવેલ. કુલ 20 લાખ નો મુદ્દામાલ સિઝ કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે અટક કરી સોંપવામાં આવેલ.તેઓએ દંડ વિશે જણાવ્યું હતુ કે કેટલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થયેલ છે તેની માપણી કરી ને દંડ ની રકમ નક્કી થશે.ઉલ્લેખનિય છેકે ખાણ ખનીજ વિભાગ ની ટિમ તળાજા પોલિસ મથકે પહોંચી ત્યારે ખનનકર્તા પણ અહીં બિન્દાસ્ત દોડી આવ્યા હતા.પોલીસ ની મદદ લઇ ને કાર્યવાહી કરવાની ફરજ પડીહતી.
