વસંત પંચમીના પાવન પર્વ પર ગઇકાલે પ્રયાગરાજ સંગમ કિનારે અદ્ભૂત નજારો જોવા મળ્યો. આ પાવન પર્વ પર સંગમ તટ પર આસ્થાનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. તમામ અનુમાનને પાછળ છોડીને જ્યારે આસ્થાની ભીડ સંગમ તરફ વધી તો મહાકુંભ 2025નો રેકોર્ડ પણ તૂટી ગયો, જેમાં ઉમટેલા શ્રદ્ધાળુઓની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી. અધિકારીઓનો દાવો છે કે, શુક્રવારે વસંત પંચમીના પાવન પર્વ પર 4:00 વાગ્યા સુધીમાં 3 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી, જ્યારે મહાકુંભ 2025ની વસંત પંચમી પર 2.57 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આંકડા પરથી એ સ્પષ્ટ થાય છે કે, મહાકુંભની અસર હજુ પણ દેખાય રહી છે. કદાચ આ જ કારણ છે કે, વસંત પંચમી જેને પરંપરાગત રીતે સ્થાનિક (પ્રયાગરાજ શહેર અને આસપાસના વિસ્તારોના લોકોનું) સ્થાન માનવામાં આવે છે, પર એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. વહીવટી અધિકારીઓએ દાવો કર્યો હતો કે. સવારે 8:00 વાગ્યા સુધી 1 કરોડ 4 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું, મોડી સાંજે મેળા વહીવટીતંત્રએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓનો આંકડો જારી કર્યો હતો.
