વૈભવ બનશે T20નો કિંગ, બટલરની આગાહી

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોસ બટલરે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ તોડી પોતાને નામ કર્યો છે. આ લિસ્ટમાં તેમણે વેસ્ટઈન્ડિઝના કીરોન પોલાર્ડને પછાડ્યો…

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોસ બટલરે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ તોડી પોતાને નામ કર્યો છે. આ લિસ્ટમાં તેમણે વેસ્ટઈન્ડિઝના કીરોન પોલાર્ડને પછાડ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા પછી તેમણે યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને લઈ મોટી ભવિષ્યવાણી કરી છે. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશીએ છેલ્લા થોડા મહિનામાં મોટું નામ કમાયું છે. આઈપીએલ અંડર 19 વર્લ્ડકપ અને ઈન્ડિયા એ માટે રમ્યા બાદ તેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ડેબ્યુ કર્યું અને કરિયરની શરુઆતમાં અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યા છે.

હવે બટલરનું માનવું છે કે, વૈભવ સૂર્યવંશી ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કરશે. વૈભવ સૂર્યવંશીએ ટી20 ક્રિકેટમાં અત્યારસુધી 40 મેચ રમી છે. જેમાં તેમણે 4 સદી અને 8 અડધી સદી સાથે 1670 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને હાઈએસ્ટ સ્કોર 144 રનનો રહ્યો છે. વૈભવ સૂર્યવંશીનું કરિયર હજુ શરુ થયું છે પરંતુ બટલરનું માનવું છે કે, તે ટી20નો કિંગ બની શકે છે.

બટલરે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કર્યા બાદ કહ્યં કે, વિચારવું કુલ છે કે, તમે ટી20માં સૌથી વધારે રન બનાવ્યા છે. સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બનવા પર પોલાર્ડને પણ પાછળ છોડ્યો છે. એક દિવસ આને પણ પાર કરી જશે અને તેનું નામ સૂર્યવંશી હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *