ડી.વાય. પાટીલ T20 ટૂર્નામેન્ટમાં કમાલ બતાવી
આઈપીએલ 2026 પહેલા વૈભવ સૂર્યવંશી ફરી એકવાર શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વૈભવે હાલમાં રમાઈ રહેલી ડી.વાય.પાટિલ ટી-20 ટૂર્નામેન્ટમાં આ કમાલ કરી બતાવી છે. વૈભવે માત્ર 14 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. તેના બેટથી આ ઇનિંગ રન ચેઝ દરમિયાન આવી હતી. વૈભવનું આ ફોર્મ રાજસ્થાન રોયલ્સ માટે મોટા સમાચાર છે.
ડી.વાય. પાટિલ બ્લૂ તરફથી રમતા વૈભવે ઇન્ડિયન નેવી સામેની મેચમાં ધમાકો કર્યો હતો. આ યુવા બેટ્સમેને 19 બોલમાં 331.58 ના તોફાની સ્ટ્રાઈક રેટથી 63 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટથી 7 ચોગ્ગા અને 5 છગ્ગા નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શરૂૂઆતી 12 બોલમાં જ વૈભવ 43 રનના સ્કોર પર પહોંચી ગયો હતો. ત્યારબાદ તેણે છગ્ગો અને ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી.
મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇન્ડિયન નેવીની ટીમે 20 ઓવરમાં 219/4 રન બોર્ડ પર લગાવ્યા હતા. ટીમ માટે ઓપનર કુંવર પાઠકે સૌથી મોટી ઇનિંગ રમતા 53 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 87 રન બનાવ્યા હતા. આ ઉપરાંત પાંચમા નંબરે ઉતરેલા નીતિન તનવરે 57 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ રન ચેઝ માટે ઉતરેલી વૈભવ સૂર્યવંશીની ટીમ ઉઢ પાટિલ બ્લૂએ 5 બોલ બાકી રહેતા એટલે કે 19.1 ઓવરમાં 225/5 રન બનાવીને જીત મેળવી લીધી હતી. ટીમ માટે વૈભવ ઉપરાંત અર્જુન તેંડુલકરે પણ શાનદાર ઇનિંગ રમી હતી. અર્જુને 29 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા.
