દુલીપ ટ્રોફી ઇસ્ટ ઝોનના વાઇસ કેપ્ટન પદે વૈભવ

ધુઆંધાર બેટસમેનને લીડરશીપ કવોલિટી બતાવવાની તક ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી દરરોજ નવા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યો છે અને નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો…

ધુઆંધાર બેટસમેનને લીડરશીપ કવોલિટી બતાવવાની તક

ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી દરરોજ નવા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યો છે અને નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરીને, તે જ ઉંમરે અડધી સદી ફટકારીને અને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ જેવા એવોર્ડ જીતીને વૈભવે ઇતિહાસ રચી દીધો છે. પરંતુ હવે તેને પોતાની લીડરશીપ ક્વોલિટી દર્શાવવાની તક પણ મળી રહી છે. આગામી દુલીપ ટ્રોફી સિઝન માટે તેને ઈસ્ટ ઝોનનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ઈશાન કિશનને ટીમનો કેપ્ટન નેતૃત્વ કરવામાં આવ્યો છે.દુલીપ ટ્રોફી 2026 23 ઓગસ્ટના રોજ બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે શરૂૂ થશે.
આ સાથે ભારતીય ક્રિકેટ ડોમેસ્ટિક સિઝનની શરૂૂઆત પણ થશે, જેમાં ઈરાની કપ, રણજી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી સહિત અનેક ટુર્નામેન્ટ્સનો સમાવેશ થશે. અન્ય ટુર્નામેન્ટમાં, બધા ખેલાડીઓ પોતપોતાના રાજ્યો માટે રમે છે, જ્યારે દુલીપ ટ્રોફીમાં અલગ-અલગ રાજ્યના બોર્ડના ખેલાડીઓ એક જ ઝોનલ ટીમ બનાવે છે. તેવી જ રીતે, ઈસ્ટ ઝોન ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વૈભવને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશી આ ટુર્નામેન્ટમાં પહેલીવાર રમી રહ્યો છે અને તેને સીધો ટીમનો વાઈસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, ઈસ્ટ ઝોનની 15 સભ્યોની ટીમમાં વૈભવ બિહાર ક્રિકેટ એસોસિએશન (BCA)નો એકમાત્ર ખેલાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *