ખરાબ લાઈફસ્ટાઈલને કારણે આપની સ્કીનને ગ્લો ધીમે ધીમે ઓછો થાય છે. ઘણા લોકો મોંઘા મોંઘા બ્યુટી પ્રોડક્ટ પ વાપરે છે.પણ આમા કેમિકલનો ઉપયોગ થાય છે જેનાથી સાઈડ ઈફેક્ટ થવાનું જોખમ છે. ત્યારે સ્કીનને ચમકતી અને કોમળ બનાવવા માટે મહિલાઓ ઘણા ઘરેલું ઉપાયો અજમાવે છે.જે તમારી સ્કીન નેચરલી ગ્લો કરી શકે છે.
કુદરતી ચમક માટે, તમે એલોવેરા જેલ, મધ, દહીં, ચંદન, હળદર અને ગુલાબજળ જેવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરી શકો છો, જે ત્વચાને ભેજયુક્ત, પોષણ આપે છે અને તેની ચમક વધારે છે. ઉપરાંત, વિટામિન સીથી ભરપૂર ફળો (નારંગી, કીવી) અને લીલા શાકભાજી ખાઓ. જેનાથી ત્વચા સ્વસ્થ અને ચમકતી બનશે.
એલોવેરા જેલ:
સ્કીનને નેચરલી ગ્લોઈંગ બનાવવા માટે એલોવેરા જેલફાયદાકારક છે.ત્વચાને ભેજયુક્ત બનાવે છે અને ખીલ અને બળતરા ઘટાડે છે. તેનો દરરોજ ઉપયોગ કરી શકાય છે.
લીંબુનો રસ:
નેચરલ ગ્લો માટે તમારે લીંબુના રસનો ઉપયોગ ઘણો મદદરૂપ નિવડે છે. આનાથી ચહેરાના ડાઘ હળવા થાય છે અને ફેસ પર નેચરલ ગ્લો આવે છે.
ગુલાબજળ:
સ્કીનને નેચરલી ગ્લોઈંગ બનાવવા માટે ગુલાબ જળ ફાયદાકારક છે. જેનાથી ત્વચાને ઠંડક મળે છે અને પોર્સ ટાઈટ થાય છે જેનાથી ચહેરો એકદમ ફ્પેશ અને ચોખ્ખો લાગે છે.
મધ અને લીંબુ:
1 ચમચી મધ સાથે લીંબુના થોડા ટીપાં મિક્સ કરો, તેને 10 મિનિટ માટે લગાવો, અને પછી તેને ધોઈ નાખો. આનાથી તાત્કાલિક તાજગી અને તેજસ્વી દેખાવ મળે છે.
દહીં અને ચણાનો લોટ:
ચણાનો લોટ, દહીં અને હળદરનો પેક તાત્કાલિક ચમક આપે છે.
ચંદન અને ગુલાબજળ:
ચંદન પાવડર અને ગુલાબજળની પેસ્ટ બનાવો અને તેને લગાવો. તે ત્વચાને ઠંડુ અને ચમકદાર બનાવે છે.
હળદર અને એલોવેરા:
હળદર અને એલોવેરા જેલની પેસ્ટ બળતરા ઘટાડે છે અને ભેજયુક્ત બનાવે છે.
ચોખાનું પાણી:
ચોખા પલાળીને પાણી છાંટો અથવા રૂથી લગાવો. તે ત્વચાને કડક અને ચમકદાર બનાવે છે.
