ધાર્મિક સ્વતંત્રતા પર ધ્યાન કેન્દ્રિત કરતી યુએસ સલાહકાર સંસ્થાના અધિકારીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે અને યુએસ સરકારને સંગઠનના નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક ન કરવા વિનંતી કરી છે. તેનું આ નિવેદન 29 ઓગસ્ટના રોજ ન્યૂયોર્કમાં યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે RSS વડા મોહન ભાગવતની યુએસ મુલાકાત પહેલા આવ્યું છે. અગાઉ, USCIRF એ ભારતની ટીકા કરી હતી અને RSS અને છઅઠ જેવા સંગઠનો સામે પ્રતિબંધોની માંગ કરી હતી, જ્યારે ભારતે આ માંગણીઓને નકારી કાઢી હતી.
યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)ના અધ્યક્ષ આસિફ મહમૂદે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી RSS ના સભ્ય છે. તેમણે છજજને એક એ છત્રી સંગઠન તરીકે વર્ણવ્યું હતું જેના સંલગ્ન જૂથોએ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જેવા ધાર્મિક લઘુમતીઓ પર હુમલા કર્યા છે.
USCIRF કમિશનર જીન મિલ્સે જણાવ્યું હતું કે RSS નેતાઓ, ભલે તેઓ ભારત સરકાર સાથે જોડાયેલા હોય, ઉચ્ચ-સ્તરીય બેઠકો અથવા રાજદ્વારી સૌજન્યનું સન્માન ન આપવું જોઈએ. યુએસ સરકારે ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે જવાબદાર RSS સભ્યો પર પ્રતિબંધો લાદવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે ઋજ્ઞછઇ (ધાર્મિક સ્વતંત્રતા)ના ઉલ્લંઘન માટે જવાબદાર સાબિત થયા છે.
આ દરમિયાન, હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સએ જણાવ્યું હતું કે ભાગવતની મુલાકાતને RSS નેટવર્ક દ્વારા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ કરવામાં આવતી હિંસાથી અલગ કરી શકાતી નથી. ડ પર એક પોસ્ટમાં હિમાયતી જૂથે કહ્યું હતું કે, એકતાની ઉજવણી ધાર્મિક સર્વોપરિતાનું રાજકારણ ઢાંકી શકતી નથી.
આ ઉપરાંત, માર્ચમાં પ્રકાશિત થયેલા તેના વાર્ષિક અહેવાલમાં, USCIRF એ ભારતની ટીકા કરી હતી અને RSS અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (છઅઠ) જેવા સંગઠનો સામે પ્રતિબંધો લાદવાની હાકલ કરી હતી, તેમને ચોક્કસ મુદ્દાઓ માટે જવાબદાર ઠેરવ્યા હતા. જોકે, ભારતે USCIRF રિપોર્ટને ફગાવી દીધો હતો, અને કહ્યું હતું કે સંસ્થાએ સતત દેશની વિકૃત અને પસંદગીયુક્ત ચિત્ર રજૂ કર્યું છે. જે શંકાસ્પદ સ્ત્રોતો અને વૈચારિક નેરેટિવ પર આધારિત છે.
