અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2027માં ભારત આવશે: માર્કો રૂબિયોની જાહેરાત

  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂૂઆતમાં ભારતના પ્રવાસે આવી શકે છે. આ જાણકારી અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબીયો એ આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ…

 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂૂઆતમાં ભારતના પ્રવાસે આવી શકે છે. આ જાણકારી અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબીયો એ આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ની અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકેની બીજી ટર્મ માં ટ્રમ્પ પ્રથમ વખત ભારત આવશે. રુબીયો એ જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચેના સંબંધ વધુ મજબૂત બંને તે માટેના પ્રયાસ ચાલુ છે અને નવા વર્ષની શરૂૂઆતમાં હું રાષ્ટ્રપતિ ટ્રિમ્પની ભારતની મુલાકાત ગોઠવવા માટે આતુર છું.

રુબીયો એ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાના સંબંધો શાનદાર ચાલી રહ્યા છે અને ખૂબ જ મજબૂત છે. તાજેતરમાં ફ્રાન્સમાં પણ બંને દેશના નેતા વચ્ચેની મુલાકાત ખૂબ સારી રહી હતી અને અમે વેપાર છો બધાને અંતિમ સ્વરૂૂપ આપવા માટે આશા રાખી રહ્યા છે અને તેને પૂર્ણ કરવાના છેલ્લા સ્ટેપ પર છીએ અને તે ખૂબ સકારાત્મક છે અમે ખૂબ જ ટૂંક સમયમાં બીજી કવાડ મિટિંગમાં ફરીથી જોડાવા માટે આતુર છીએ.
જ્યારે પૂછવામાં આવ્યું કે પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે ભારત અને યુએસ ઊર્જાની ચિંતા અને કેવી રીતે દૂર કરી શકે છે, ત્યારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબીયો એ જણાવ્યું કે મને લાગે છે કે સ્પષ્ટપણે ભારત ઘણા લાંબા સમયથી એના ઉર્જા સ્ત્રોતોને વૈવિધ્ય કરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અને તેથી મને લાગે છે કે તે વલણ ચાલુ રહેશે અને અમે ચોક્કસપણે તેના ભાગ બનવાનો પસંદ કરીશું. અમને લાગે છે કે અમારી પાસે આ સંદર્ભમાં કેટલાક ઉકેલો છે.

પરંતુ તે ઉપરાંત હું કહીશ કે રાષ્ટ્રપતિએ મધ્ય પૂર્વમાં શાંતિને તક આપી છે તેનું એક કારણ એ છે કે અમારા સાથીઓ માટે બજારમાં વધુ ઇંધણ પ્રવેશે તે જોવાની ઈચ્છા છે. પરંતુ મને લાગે છે કે લાંબા ગાળાનો ઉકેલ ખરેખર તેમના પુરવઠાને વૈવિધ્ય કરણ કરવાનો છે. અને હું જાણું છું કે ભારત ફક્ત યુએસ સાથે જ નહીં પરંતુ અમે તેમની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ખૂબ નજીકથી કામ કરી રહ્યા છે. મને લાગે છે કે તેઓ સેવા આપી શકે છે. તમે જાણો છો ભારત વિશ્વના થોડા દેશોમાંનો એક છે કે જે વેન્ઝુએલા દ્વારા ઉત્પાદિત ભારે ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી મને લાગે છે કે તે એક એવી વસ્તુ છે જેને આપણે પણ સુવિધા આપવા માંગીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *