ઉપલેટા જેટકોના હેલ્પરનો અગમ્ય કારણોસર ઓફિસમાં જ આપઘાત

આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ તપાસનો ધમધમાટ ઉપલેટા શહેરના જનતા ગાર્ડન પાસે આવેલ જેટકો વિભાગમાં હેલ્પર તરીકે કામ કરતા આશાસ્પદ યુવકનો પોતાની જ ઓફિસમાં…

આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ તપાસનો ધમધમાટ

ઉપલેટા શહેરના જનતા ગાર્ડન પાસે આવેલ જેટકો વિભાગમાં હેલ્પર તરીકે કામ કરતા આશાસ્પદ યુવકનો પોતાની જ ઓફિસમાં આપઘાત કરી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.

જાણકાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટા શહેરના જનતા ગાર્ડન પાસે આવેલ પાવર હાઉસના જેટકો વિભાગમાં હેલ્પર તરીકે શહેરના કોળીવાડા વિસ્તારના કડિયાવાડમાં પોતાના માતા પિતા સાથે રહેતા અપરણિત રવિકુમાર વલ્લભભાઈ સોનગરા નામના 31 વર્ષીય આશાસ્પદ યુવક છેલ્લા બે વર્ષથી ભાયાવદર થી ઉપલેટા ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા હતો. બપોરના સમયે પોતાની ઓફિસમાં શાકભાજી સુધારવાની છરી વડે પોતાના હાથથી જ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું જાણવા મળેલ છે. અન્ય કોઈ કર્મચારી ઓફિસમાં જતા મૃતદેહ પડેલો જોતા તંત્રને જાણ કરી હતી. ઉપલેટા પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ ઉપલેટા પોલીસ દ્વારા હત્યા કે આત્મહત્યા ? તેની તપાસનો ધમધમાટ શરૂૂ કરેલ છે. જોકે સત્ય હકીકત ઉપલેટા પોલીસની તપાસ બાદ જ જાણવા મળશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *