જામનગરમાં સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલી એક અજાણી વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઓળખ માટે જાહેર અપીલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, એક અજાણી આશરે 70 વર્ષની મહિલા શ્વાસની તકલીફને કારણે 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
જાહેરકર્તા હિતેશગીરી લાલગીરી ગોસાઈ (ઉંમર 36, સામાજિક કાર્યકર, રહે. ગાંધીનગર મોમાઈનગર, જામનગર) દ્વારા આ બાબત પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક મહિલાનું વર્ણન મુજબ, તેઓ ધોળા વર્ણની, મધ્યમ બાંધાની હતી અને ઉપરના ભાગે આછા બ્લુ કલરનું બ્લાઉઝ પહેરેલ હતું. હાલ સુધી મહિલાના કોઈ વાલી-વારસદાર મળી આવ્યા નથી.
સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિને આ મહિલાની ઓળખ અંગે માહિતી હોય તો તેઓ પોલીસ સ્ટેશનના ફોન નંબર 6369629353 અથવા તપાસ અધિકારી એ.એસ.આઈ. ભરતસિંહ જાડેજા (મો. નં. 7984140361) પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
