ઉનની વસ્તુનું દાન કરવાથી શનિપીડામાં થશે રાહત
શનિવારે સવારે 10-30 થી શનિવારી અમાસનું મહત્વ કારતક વદ ચૌદશને શનિવાર તા.30-11-2024ના દિવસે સવો 10-30 થી અમાસ તિથી છે. આથી શનિવો સવારે 10-30 કલાકથી શનિવારી અમાસ ગણાશે.
શનિવારી અમાસના દિવસે હનુમાનજીની પુજા શનિદેવની પુજાનું મહત્વ વધારે છે. આ દિવસે શનીદેવ તથા હનુમાનજીને સરસવના તેલનો દિવો કરવો સરસવનું તેલ ચડાવવું અળદ ચડાવવા હનુમાન ચાલીસના પાઠ કરવા શનીદેવના મંના જાપ કરવા શની કવચના પાઠ કરવાથી શની પીડા ઓછી થાય છે. ખાસ કરીને અત્યારે મકર, કુંભ, મીન રાશીના જાતકોને સાડાસાતી ચાલી રહી છે તો શનીદેવની પનોતીની પીડા દુર કરવા માટે આ દિવસે કરેલ પુજા વધારે ફળદાઇ બને છે. તે ઉપરાંત શનિવારી અમાસના દિવસે કાળા અળદ કાળુ અથવા બ્લુ કાપડ, સ્ટીલનું વાસણ, પગરખા, કાળી ધાબળી, ઉનના વસ્ત્રનું દાન દેવાથી શનીપીડા ઓછી થાય છે. આદિવસે પિતૃતર્પણ કરવું. પીપળે પાણી રેડવું પિતૃકાર્ય કરાવવું. પિતૃઓને મોક્ષગતી આપનાર બને છે.
(સંકલન)શાસ્ત્રી રાજદીપ જોષી(વૈદાંતરત્ન)