કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે.રી સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસીના રિપોર્ટના આધારે તેને લીલી ઝંડી આપવામાં આવી છે. તે સંસદના બજેટ સત્રના બીજા ભાગ દરમિયાન રજૂ થઈ શકે છે. સંસદમાં બજેટનું બીજું સત્ર 10મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 19 ફેબ્રુઆરીએ કેબિનેટની બેઠકમાં આ સુધારાઓને મંજૂરી આપવામાં આવી હતી. આ સુધારાઓના આધારે બિલને મંજૂરી આપવામાં આવી છે. વકફ બિલ પહેલીવાર ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષના વિરોધને કારણે તેને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં, કેટલાક સુધારા પછી, જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની આ સમિતિએ સરકારને અહેવાલ સુપરત કર્યો.
આ પછી 13 ફેબ્રુઆરીએ વકફ બિલ પર સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો. સમિતિના અહેવાલના આધારે વકફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. બજેટ સત્રના બીજા ભાગમાં બિલ રજૂ કરવામાં આવી શકે છે. બજેટ સત્રનો બીજો ભાગ 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા વકફ બિલ પર જેપીસી રિપોર્ટને નકલી ગણાવતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે આવા નકલી રિપોર્ટને સ્વીકારતા નથી, ગૃહ તેને ક્યારેય સ્વીકારશે નહીં.
સંસદીય સમિતિએ 29 જાન્યુઆરીએ વકફ બિલમાં નવા ફેરફારો અંગેના તેના અહેવાલને મંજૂરી આપી હતી. આ અહેવાલની તરફેણમાં 15 અને વિરોધમાં 14 મત પડ્યા હતા. રિપોર્ટમાં ભાજપના સાંસદો દ્વારા આપવામાં આવેલા ફેરફારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિપક્ષી સાંસદોએ વકફ બોર્ડને નાબૂદ કરવાના પ્રયાસનો આક્ષેપ કરતી અસંમતિ નોંધો રજૂ કરી હતી. વિપક્ષે વકફ બિલને લઈને અનેક વાંધો ઉઠાવ્યા હતા. આ સિવાય ‘વક્ફ બાય યુઝર’ જોગવાઈને દૂર કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.