માલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત

શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર કોઠારીયા સોલવન્ટ નજીક માલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે પોલીસે જરૂરી કાર્યવાહી…

શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર કોઠારીયા સોલવન્ટ નજીક માલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા સોલવન્ટ અને માલધારી ફાટક વચ્ચે રાત્રીના સમયે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યો યુવાન (ઉ.આ.35)નું મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકના પીએસઆઈ આર.એમ.સાખરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. જો કે વાલી વારસ હોય તો આજી ડેમ પોલીસ મથકનો 7433814808 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *